________________
તેમના સાદા અને સંસ્કારી જીવનથી તેમણે પ્રેમી મિત્રોનું એક નાનું સરખું મંડળ પિતાની આસપાસ જમાવ્યું હતું અને મિને પ્રેમથી તરબોળ કર્યા હતા. આજે તેમના મિત્રે તેમને સંભારી હૃદયમાં રડે છે ચંદુભાઈ જેવા જ હસમુખા આનંદી અને સંસ્કારી મિત્ર વીરચંદ કપાસીનું પણ તરૂણ અવસ્થામાં મૃત્યુ થયું તેની અસર ચંદુભાઈ ઉપર ઘણું થઈ હતી.
એક ચાર વર્ષની પુત્રી અને એક એક વર્ષને પુત્ર મુકી તેઓ સ્વર્ગવાસી થયા. છેલ્લા વર્ષમાં તે તેમના પિતાશ્રીને શીરેથી વ્યાપાર વગેરેનો લગભગ બધે ભાર ઉતારી નાખ્યો હતો. આરોગ્ય શરીર હતું, જીવન સંસ્કારી અને સ્વાશ્રયી હતું. જીવનને બ દિશામાં વિકાસ થતો હતો અને ખૂબ સંતોષી અને સુખી લાગતા હતા. પરંતુ ભાવિ ભાવ બળવાન છે, મનુષ્યનું સુખ આ કાળમાં ઠેઠ સુધી એક સરખું ટકતું નથી, તેમ ચંદુભાઈ લાબો વખત આ સુખ ભોગવી ન જ શક્યો. સંવત ૧૯૮૯ ના જેઠ માસથી સહેજ તાવ શરૂ થયો. ડુંગર ઉપરથી ઉતરી આવતા પાણીનું ઝરણું આખરે મોટું પૂર થઈ પડશે એવી કલ્પના પ્રથમ કેઈને તે વખતે આ તી ન. મજબૂત શરીરવાળા ચંદુભાઈએ પણ ઘણે વખત તે જીર્ણ તાવને સામાન્ય ગણ્યો અને થોડા વખતમાં ઉતરી જશે તેમ માન્યું. માતાપિતાને ચિંતા થશે કેમ માનીને છેડા વખત તે વાત પણ છુપાવી પરંતુ આવું દર્દ ક્યાંસુધી છાનું રખાય ? ઉપાયો શરૂ કર્યા, વાડેકટરની દવા શરૂ કરી અને કાંઈક રાહત મળી; પરંતુ પાછો તાવ શરૂ થયો. દવા ચાલુ હતી અને બહાર ખુલ્લી હવામાં રહેવા ગયા પરંતુ મેલેરીયા પાછો ન હકડ્યો અને મેલેરીયામાંથી ટાઈફોડ તાવ લાગ પડ્યો. કુટુંબીઓએ, મિત્રોએ સારવાર કરવામાં કશી કચાશ ન રાખી. નાણાં ખર્ચવામાં પણ પાછું વાળી ન જોયું, સારામાં સારા ડોકટરોની દવા કરી છતાં આરામ ન જ થયો. સંવત ૧૯૯૦ ના કારતક વદ ૧૩ ના રોજ આપ્તવર્ગને ભારે દુઃખ વચ્ચે મુકી તેને ચાલ્યા ગયા. અને એક આશાભરી આશા આપતી જીંદગીનો કરણ