________________
૧૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
કોઈ કાળે ઉત્પત્તિ થતી નથી. એક આત્મા બીજા આત્મામાં કદાપિ ઓતપ્રેત થતું નથી. વૃત્તિઓ, જ્ઞાનશકિત અને સ્વયંક્રિયાશીલતાને સમૂહ તેમજ એ ત્રણે ગુણેના પર્યાય મળીને એક વિભિન્ન-વ્યક્તિગત આત્મા બને છે. દરેક આત્મસમૂહ આવા પર્યાયયુક્ત અન્ય આત્મ-સમૂહથી વિભિન્ન છે. આત્માના આ ગુણે અમિશ્ર છે. તેમનું નિરસન થતું નથી. તેઓ એક બીજાથી છુટા પડતા નથી. આસક્તિ (સંલગ્નતા) ના અંશની દ્રષ્ટિએ તેમનામાં પરિવર્તન થતું નથી. માત્ર પર્યાયે રૂપે જ તેમનામાં અવિરત પરિવર્તન થતું રહે છે.
" મનુષ્ય, દે આદિ સ્વરૂપે જીવ-દ્રવ્યના ઉપરોક્ત દષ્ટાન્ત જીવની અવિશુદ્ધ દશાના છે. અશુદ્ધ આત્માઓમાં દશ્ય અને સ્પર્શવેદ્ય જડ વસ્તુઓ અત્યંત સૂક્ષ્મ રીતે સાહજિક અદ્રશ્ય આત્મા સાથે સંલગ્ન બને છે. કેઈ રંગ કે રંગીન પદાર્થ નાખવાથી પાણી જેમ રંગીન બને છે તે પ્રમાણે જડ વસ્તુઓના કર્મના સંગથી આત્મા એક દષ્ટિએ વિચારતાં દશ્ય બને છે. શુદ્ધ પાણી જેમ રંગ રહિત છે તેમ આત્મા વિશુદ્ધ દશામાં અદશ્ય છે.
આ પ્રમાણે આત્મારૂપી પ્રથમ દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આત્મા કેઈ વ્યક્તિગત વિરાટ સ્વરૂપયુકત અને સર્વવ્યાપી આત્મા નથી. આત્મદ્રવ્ય એ અન્ય અન્ય ભિન્નભિન્ન અવરોધક આત્માઓને સમૂહ છે.