________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ.
સમય (કાળ). સમય, આવલી, મુહૂર્ત, દિવસ વિગેરે સમયના વિભાગો છે. સમય એ કાળને લઘુતમ ( નાનામાં નાને) વિભાગ છે. આથી આંખના એક પલકાર માત્રમાં અસં
ખ્ય સમયે થાય છે. અસંખ્ય સમય એટલે ૧ આવલી. ૧૨૭૭૭૨૧૬ આવલીથી એક મુહૂર્ત (૪૮ મીનીટ) થાય છે. ત્રીસ મુહૂર્ત એટલે ૧ દિવસ. સપ્તાહ (અઠવાડીયું ), માસ, વર્ષ આદિનાં પરિમાણ તે જાણીતાં છે. અસંખ્ય વર્ષોથી એક પલ્યોપમ થાય છે. દસ કેટકેટી પલ્યોપમ વર્ષોથી એક સાગરોપમ બને છે.
માર્ગનુસારીના નિયમે. માગનુસારીના નિયમોનું પાલન એ આત્માની પ્રગતિ માટે અનિવાર્ય છે. આત્માનું અધઃપતન તેથી અટકી પડે છે. માર્ગાનુસારીના નિયમે સમ્યકત્વભાવ પ્રાપ્તિને માટે સહાયરૂપ છે. એથી ત્રિકરણની પ્રાપ્તિ પણ થાય છે. નિકાચિત કર્મોને આશ્રવ અટકાવવામાં તે પરિણામજનક ઉપાય છે. ભૂતકાળમાં સંચિત કરેલાં વિદ્યમાન કર્મોની નિર્જરા થાય છે. માર્ગાનુસારિત્વને કારણે પહેલાં ગુણસ્થાનમાંથી ચેથા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે.
વિશ્વબંધુત્વ, દયાવૃત્તિ, પ્રેમ, સમભાવ વિગેરે શુભ વૃત્તિઓ ઉપર માર્ગાનુસારીના નિયમોનું વિધાન થયેલું છે.
* જુઓ વિશેષ માટે લેકપ્રકાશ.
-
-