________________
બ્રહ્મચર્યનું સ્વરૂપ.
૧૩S.
કોણે કર એ અને વિચારવાના રહે છે. વિષયસેવનને સંપૂર્ણ ત્યાગી સાધુઓ માટે શક્ય છે. વિષયસેવનમાં સંપૂર્ણ સંયમના માર્ગનું વિધાન સાધુઓ માટે થયેલું છે.
સાધુઓ માટે વિષયસેવનને પરિવાર શક્ય હોઈ શકે, સંસારીઓ માટે નહિ. સંસારીઓ અમુક અંશે જ વિષયસેવનને ત્યાગ સામાન્ય રીતે કરી શકે. મધ્યમ પ્રકારના ચિત્ત-સંયમસેવીઓ માટે વિષયસેવનને સંપૂર્ણ ત્યાગ થઈ શકે નહિ.
આથી વિષયવાસનાને ક્ષય બને તેટલે કેમ કરી? વિષયસેવન બને તેટલું ઓછું કેમ કરવું? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણે જે વ્રતને વિચાર કરી રહ્યા છીએ તે વ્રતથી આ પ્રશ્નનું સુંદર રીતે સમાધાન થઈ જાય છે.
સ્વદારા–સંતોષ અને પરદારા-વિરમણ એમ ચોથા વ્રતના બે ભાગ છે. પિતાની પત્નીથી સંતુષ્ટ રહેવું એટલે
સ્વદારાસંતેષ અને પરસ્ત્રીનાં સેવનથી વિમુખ રહેવું એ પરદારા-વિરમણ છે. ચતુર્થ વ્રત આખુયે લેવું હોય તે તે લઈ શકાય છે. વ્રતના બે ભાગમાંથી બીજા ભાગને ત્યાગ અને સ્વદારાસતેષ તેમ પણ થઈ શકે છે.
ચતુર્થ વ્રતધારીએ વાણી અને વિચારની દૃષ્ટિએ વ્રત-ભંગ ન થાય તે માટે યથાશકર્યો પ્રયત્ન કરે જોઈએ. દિવસમાં સ્ત્રી–સેવન ન થાય. ફરી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા પણ કેટલાક વ્રતધારીઓ લે છે..