________________
૧૫૧
દશમા વ્રતનું સ્વરૂપ.
વિસ્તાર નક્કી થાય છે. વ્રતધારી પેાતે નિયત કરેલા વિસ્તારમાં જ ગમનાગમન કરે છે. અમુક દ્વિવસ, માસ આદિ માટે અમુક સ્થાન, ખંડ આદિ નક્કી કરી તે સ્થાન કે ખ'ડમાંજ ગમનાગમન શક્ય અને છે.
દશમું' વ્રત છઠ્ઠા વ્રતને કેટલીક રીતે અનુરૂપ છે. તીવ્રતાની દ્રષ્ટિએ દશમું વ્રત છઠ્ઠા વ્રત કરતાં ઘણું ચઢી જાય છે. આ રીતે છઠ્ઠા અને દશમા વ્રતોમાં ભિન્નતા છે. એક રીતે જોતાં દશમું વ્રત એ આવશ્યક ગમનાગમન ઉપર એક પ્રકારના દરરેાજના અંકુશરૂપ છે. વ્રતધારીથી નિયત ક્ષેત્રની બહાર કાઈ પણ કાર્ય થઈ શકતુ નથી.
દેશાવઞાસિક વ્રતનાં ભંગજનક કારણા.
દેશાવગાસિક વ્રતનાં લંગજનક કારા નીચે પ્રમાણે છેઃ—
૧ નિયત કરેલા વિસ્તારની મહારથી કાઇ પણ વસ્તુ મગાવવી.
૨ કાઈ મનુષ્યને કઈ કામ સારૂ નિયત ક્ષેત્રની બહાર માકલવા.
૩ નિયત વિસ્તારની બહારના કોઇ મનુષ્યનું ધ્યાન ખેંચાય એવી રીતે કોઈ પ્રકારના અવાજ કરવા,
તત્ત્વાર્થસૂત્ર, ૭–૨૬; યાગશાસ્ત્ર, ૩-૧૧૬.