________________
શ્રાવકના એકવીશ ગુણે.
૧૧
૧૫. દીર્ઘદ્રષ્ટિ. જે કામ પરિણામદાયી હોય એવું જ કામ શ્રાવકે કરવું ઘટે. મહાપુરુષને માન્ય એવાં જ કામે શ્રાવકે કરવાં જોઈએ. કાર્યનું પરિણામ મહેનતનાં પ્રમાણમાં અધિક હોય. દીર્ઘદ્રષ્ટિયુક્ત કાર્યો ઘણી વાર બહુ જ ઉપરોગી નીવડે છે.
૧૬. વિશેષજ્ઞ. અસત્ય અને સત્ય વચ્ચેનો ભેદ સૂક્ષ્મપણે જાણી નિષ્પક્ષપાતપણે સત્ય તારવવાની શક્તિ એ વિશેષતા છે. સત્ય અને અસત્યનાં વિસ્તૃત જ્ઞાન માટે આ શક્તિની આવશ્યકતા છે.
૧૭. વૃદ્ધાનુગ. મહાપુરુષેનું અનુકરણ કરવું વૃદ્ધાનુગામિતા છે. વિવેકી, સંયમી, સચ્ચારિત્રશીલ, જ્ઞાને અને ઇન્દ્રિયને સંપૂર્ણ પરાજય કરનારા પુરુષો મહાપુરુષો કહેવાય છે. મહાપુરુષોની બુદ્ધિ, સમજશક્તિ અને જ્ઞાન સર્વથા પરિપકવ હોય છે. આથી તેમનું અનુકરણ કરવું એ ઈષ્ટ છે.
૧૮. વિનયી.
૧૯ કૃતજ્ઞ. ઉપકારને બદલે પાછો આપવા સદેવ તત્પર રહેવું એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા એક વિશિષ્ટ ગુણ છે. કેઈ વાર તેથી ભૂતપૂર્વ ઉપકારકનું ઉચ્ચ જીવન પરિ ણમે છે. - ૨૦. પરહિતનિરત. બીજાઓનું હિત કરવાની વૃત્તિ તે પરહિતનિરતતા છે. એ જેનામાં હોય તે પિતાનાં