________________
• E1
જૈન ધર્મમાં પારબ્ધવાદને સ્થાન કેમ નથી ?
૧૫
તેમને આ અનુવાદ–ગ્રંથ અવશ્ય વાંચવા જેવા છે. શરૂઆતના અભ્યાસીઓ માટે છે. હર્મન જેકેબીના આ અનુવાદ-ગ્રંથે ઉપયુક્ત થઈ પડે તેવા નથી.
આત્માના કુદરતી ગુણોના આવિષ્કાર અને એક્ષપ્રાપ્તિના ઉપાયનું વિવેચન સમાપ્ત થયું. મેક્ષપ્રાપ્તિના ઉપાય એટલે નવાં કર્મો રિકવાં અને કરેલાં કર્મોને ખપાવવાં. નવાં કર્મોરૂપ આશ્રવનો નિષેધ અને વિદ્યમાન કર્મોને ક્ષય ( નિર્જરા) એ મેક્ષમાર્ગ છે.
ઉપરોક્ત બે ઉપાયથી એક્ષપ્રાપ્તિ શક્ય છે. એ બન્ને ઉપાયે મુક્તિનાં પરમ સાધન છે. એમાં પ્રારબ્ધવાદને કશુંયે સ્થાન નથી. સંશય કે અસત્ય મંતવ્યને કારણે પ્રારબ્ધવાદનો ઉદ્ભવ થાય. કર્મને પ્રધાનતા એ એક સત્ય મંતવ્ય છે એમાં કઈ પ્રકારને સંશય નથી. પ્રારબ્ધવાદને માટે જૈન સિદ્ધાન્તમાં લેશ પણ સ્થાન સંભવી શકતું નથી.
મનુષ્ય પોતે જ પોતાનાં કર્મોનો ભક્તા છે એ જૈન ધર્મનો અવિચલ સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તની દ્રષ્ટિએ કોઈ પણ સુખ-દુઃખ, કોઈ પણ સ્થિતિ આદિ માટે મનુષ્ય પિતે જ કારણભૂત છે. કેઈ પણ દશાની જવાબદારી મનુષ્યની પિતાની છે. એ જવાબદારીનું આરોપણ બીજાઓ ઉપર ન જ થઈ શકે.
મનુષ્ય પિતાનાં પાપ અને પુણ્યનો ભક્તા છે. સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય એ સર્વ કાર્મિક પ્રતિક્રિયાનાં