________________
૧૮૦
આ ગ્રંથ સંબંધી વિદ્વાનોના અભિપ્રાય
બેન, તા. ૯-૭–૧૯૧૧ x x x “તમારાં પુસ્તકથી મારા ઉપર બહુ જ સુંદર છાપ પડી છે. તમારી કૃતિમાં સંસારીના દૃષ્ટિબિન્દુથી જૈનધર્મનું નિરપણ થયું છે. પુસ્તકની વિચારસરણી જૈનધર્મના સિદ્ધાન્તને નિકટવર્તી હોય એમ જણાય છે. સાધુએકૃત સંખ્યાબંધ પુસ્તકમાં જૈનધર્મનું નિદર્શન થાય છે, એ પુસ્તક વાંચનાર જૈનધર્મના અભ્યાસીઓને આ પુસ્તક જેનદર્શનના અભ્યાસમાં ઘણી ઉપયોગી પૂરવણીરૂપ નીવડશે એમ હું માનું છું. જૈનધર્મ એક નૈતિક ધર્મ છે એવો તમારાં પુસ્તક ઉપરથી વાંચકને સુંદર ખ્યાલ આવી શકે છે; જૈનધર્મની આજ્ઞાનું જેઓ બુદ્ધિપૂર્વક અને ઉત્સાહથી પાલન કરે છે તેમની નિતિક ઉન્નતિ થાય છે, એવો પ્રતીતિયુક્ત નિર્ણય વાંચકને તમારું પુસ્તક કરાવી શકે છે.”
હર્મન જે કેબી.
અમદાવાદ, તા. ૨૮-૭-૧૯૧૧ તમારૂં પુસ્તક વાંચી જોયું. તેમાં નિર્દિષ્ટ કરેલા લગભગ બધાયે સિદ્ધાન્ત સત્ય છે અને તે જેનોના તમામ પંથને સ્વીકાર્ય છે એમ હું માનું છું. જૈનોથી મનાતાં પ્રમાણભૂત પુસ્તકે ઉપરથી તમારા મંતવ્યોનું સમર્થન થશે એવો મારો દૃઢ અભિપ્રાય છે. આવાં પુસ્તકની અંગ્રેજી સાહિત્યમાં લાંબા વખત થયાં જરૂર હતી. તમારાં પુસ્તકથી અંગ્રેજી ભાષાને જોઈતું પુસ્તક પ્રાપ્ત થયું છે, એ નિઃશંક છે.”
કેશવલાલ પ્રેમચંદ મેદી.
• અસલ અંગ્રેજી ઉપરથી.