________________
૧૮૧
મેન્ટેન (કાન્સ), તા. ૧૩-૧૨-૧૯૧૧ “જેનધર્મનું મને જે કંઇ જ્ઞાન છે અને એ ધર્મના ઉચ્ચ અને શ્રદ્ધાજનક સિદ્ધાન્તનું મેં જે નમ્ર પાલન કર્યું છે, તેને અનુલક્ષીને આ પુસ્તકમાં જૈનધર્મ અને તેના સિદ્ધાન્તનું પ્રમાણિક અને સત્ય આલેખન થયું છે, એમ મારે કહેવું પડે છે. ઈગ્લીશ સાહિત્યમાં જૈનધર્મ સંબંધી સત્ય અને પ્રમાણિક વિવેચનાત્મક એવું આ પુસ્તક જેવું બીજું કોઈ પુસ્તક મેં વાંચ્યું નથી. પુસ્તકનાં દરેકે દરેક વાક્ય અને દરેક પાનાના વાંચનથી લેખક જૈનધર્મનાં સત્યો યથાર્થ રીતે સમજી શક્યા છે એવી પ્રતીતિ થાય છે. જૈનધર્મનાં સત્યોનું નિરીક્ષણ કરી તેને પરિપકવ બુદ્ધિથી સંચય થયો છે, એ ભાસ થાય છે. પુસ્તકના લેખક મી. હર્બટ વૈરન સત્યના સંશોધક છે. સત્યની શોધમાં તેમણે ઘણો લાંબો સમય પસાર કર્યો છે. આવી રીતે સત્યનાં સંશોધન નિમિત્તે તેમણે ઘણાયે પ્રમાણિક પ્રયત્નો કર્યા પછી જૈનધર્મમાંથી તેમને સત્યની પ્રાપ્તિ થઈ છે. વર્તમાન જગતના મહાબુદ્ધિશાળી મનુષ્યને વિચારણીય મહાત્ પ્રશ્નોનું સંતોષકારક સમાધાન પણ જૈનદર્શનથી થાય છે એ મંતવ્યને મી. વૅરને દૃઢ નિશ્ચયપૂર્વક સ્વીકાર કર્યો છે. પુસ્તકમાં જૈનધર્મનાં સત્યેનું નિધાન પાશ્ચાત્ય દૃષ્ટિએ થયેલું છે, આમ છતાં સિદ્ધાન્તોની દૃષ્ટિએ સહેજ પરિવર્તન નથી થયું એ વાંચકે જોઈ શકશે. સ્વ. વીરચંદભાઈ ગાંધીએ મી. વૈરનને જૈનધર્મના સિદ્ધાન્તોને જે બોધ આપ્યો હતો તે બોધ આ પુસ્તકમાં કાયમ રહ્યો છે, અને જૈન સિદ્ધાન્ત-સહેજ પણ ફેરફાર વગર–યથાર્થ રીતે જળવાઈ રહ્યા છે એમ લાગે છે. શ્રીયુત વીરચંદભાઈ ચીકાગોમાં ઈ. સ. ૧૮૯૩ માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રભાવશાળી અને વિદ્વાન પ્રતિનિધિ હતા. તેમણે એ પરિષદમાં જૈનધર્મને અપ્રતિમ રીતે આવિષ્કાર કર્યો હતે.
“મેં આ પુસ્તકનું હિન્દમાં જ વાંચન હતું. પુસ્તક વાંચી