________________
૧૮૨
રહ્યા બાદ મેં તે એક સુપ્રસિદ્ધ જૈન સાધુ તેમજ જૈનધર્મના. પાશ્ચાત્ય અભ્યાસીઓને સુપરિચિત એક જૈન પદવીધરને વંચાવ્યું હતું. બન્નેએ પુસ્તકની મુક્તકંઠે પ્રશંસા કરી જૈન શાસ્ત્રોથી પુસ્તકનું પુષ્કળ પ્રમાણમાં સમર્થન થઈ શકે તેમ છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
કોઈ પણ પ્રકારના સંશય કે પક્ષપાતવૃત્તિ વિના પુસ્તક લખાયું હોય એમ મને લાગે છે. તેમાં સમભાવ અને સૂક્ષ્મ નિરીક્ષણવૃત્તિ તરવરી રહ્યાં છે. પુસ્તકની બધીએ નકલો ખરીદ કરીને દુનીયાભરના વિદ્વાનમાં તે વહેચું અને એ રીતે પુસ્તકના પ્રચારથી જેનધર્મનાં સત્ય સ્વરૂપની દુનીયાને ઝાંખી થાય એવી મારી સ્થિતિ હાય (તો કેવું સારું) એવી મારી વાંચ્છના છે. જેનધર્મનું આલેખન અદ્યાપિ જેનેતરાથી અગ્ય રીતે થયું છે. જૈનધર્મના સંબંધમાં ઘણી ભૂલભરેલી માન્યતાઓ પ્રવર્તે છે. આથી જેને ધર્મનું સત્ય સ્વરૂપ જોવા-જાણવાની ઉત્સુકતા જે કઈ ભાઈ કે બહેનને થાય તેણે આ પુસ્તક અવશ્ય વાંચવું એવી મારી માન્યતા છે. આ પુસ્તક સાવધાનીપૂર્વક વાંચવાથી જૈનધર્મનું સ્વરૂપ વધારે સારી રીતે સમજી શકાય છે. જૈનધર્મનાં સ્વરૂપના જિજ્ઞાસુઓને બીજા કોઈ પુસ્તક કરતાં આ પુસ્તકથી વિશેષ લાભ થશે. આ પુસ્તક વાંચીને તેથી પોતાના મનનું સમાધાન થાય છે કે નહિ) તે યથાર્થ વિચારપૂર્વક સમજી શકાશે.
“મારા ધર્મના આ પુસ્તકને સર્વ રીતે સાફલ્ય પ્રાપ્ત થાય એમ હું ઈચ્છું છું. જૈનધર્મના સિદ્ધાતોથી પરિચિત તેમજ અપરિચિત બહેને અને ભાઈઓને પુસ્તકનાં વાંચનથી અવશ્ય લાભ. થશે એવી મારી પરમ વાંછના અને નિરતિશય શ્રદ્ધા છે.”
ફત્તેચંદ કપૂરચંદ લાલન,