________________
૧૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
એ
છે
કે
તે
જ
નૈસર્ગિક ગુણોનું એ છેવત્તે અંશે આવરણ થાય છે. આત્માના ગુણનું આવરણ થવાને પરિણામે સુખ ( પુણ્ય ) અને દુઃખ (પાપ) ની જુદી જુદી સ્થિતિનો અનુભવ કરવો પડે છે. અનાદિ કાળથી કર્મને આશ્રવ અને બંધ આત્માને અવિરતપણે થયા કરે છે અને તેનાં પરિણામરૂપે સુખદુઃખ તે ભોગવે છે. કર્મના આશ્રવ અને બંધને કારણે જન્મ અને મૃત્યુની પરંપરા ચાલુ રહે છે. આશ્રવ અને બંધથી આત્માને (આત્માનાં અસ્તિત્વને) આવશ્યક ન હોય એવાં કેટલાંક બળ ઉત્પન્ન થાય છે. એ બળે આત્માની કુદરતી પ્રવૃત્તિઓમાં અંતરાયરૂપ બને છે. કર્મોના આંતરપ્રવાહના નિરોધ (સંવર) અને કર્મક્ષય (નિર્જર)થી આ બીનકુદરતીબળોને નિરોધ તેમજ નાશ થઈ શકે. માનુસારીના ૩૫ નિયમ અને ૧૨ વ્રતોનાં પાલન તથા ચિત્તસંયમ અને ધર્મધ્યાનથી સંવર અને નિર્જરાજન્ય આત્મિક વિકાસ થાય છે. ચૌદમા ગુણસ્થાન પર્યત આ પ્રમાણે આત્માનો વિકાસ થયા કરે છે. આત્માની આ અદ્ભુત વિકાસ-દશામાં આત્માની પ્રવૃત્તિઓ વિષયક અંતરા ઓછા થતા જાય છે. સત્ય જ્ઞાન, પ્રજ્ઞા, પ્રેમ, બળ, સુખ આદિનો ખૂબ આવિર્ભાવ થાય છે. અન્તતઃ આત્મા સાથે સંલગ્ન થયેલ ભૌતિક દ્રવ્યના સર્વ આશુઓ (અણુએ અણુ) આત્માથી છૂટા પડે છે. આત્મા અજ્ઞાન, હિંસાભાવ, દૌર્બલ્ય, દુઃખ આદિ સ્થિતિથી સદાકાળને માટે મુકત થાય છે. આત્માને હંમેશને માટે મેક્ષ થાય છે. મેક્ષ એ છેલ્લું (અંતિમ ) પરમ સત્ય છે.