________________
ભાગ ત્રીજો.
પ્રકરણ ૬ હું ઉપસંહાર (સિંહાવલેકન). પૃથક્કરણની દ્રષ્ટિએ જૈન સિદ્ધાન્તનો વિચાર કર્યા પછી એ સિદ્ધાન્તનું સમીકરણ (સગીકરણ) કરવાનું રહે છે. જૈન સિદ્ધાન્તનાં ૯ મુખ્ય (પરમ) સત્ય છે. એ સત્યે શાશ્વતપણું અને પરિવર્તન એમ પરસ્પર ભિન્ન અને વિરોધી દ્રષ્ટિબિન્દુઓનું નિદર્શન કરે છે. એક જ ક્રિયાપદ ( ક્રિયાસૂચક શબ્દોથી કઈ વસ્તુવિષયક સંપૂર્ણ સત્ય વ્યક્ત થઈ શકે નહિ એ જૈન ધર્મના પરમ સત્યોની એક વિશિષ્ટતા છે.
પરમ સત્યેનું તાત્પર્ય જૈન ધર્મના પરમ સત્યેનું તાત્પર્ય એ છે કે – આપણે ચેતનાયુક્ત પ્રાણુઓ (જી) અને ચેતનારહિત જડ વસ્તુઓ ( અજીવ)વાળા સત્ય અને શાશ્વત જગતમાં વસીએ છીએ. કર્મરૂપી ભૌતિક પદાર્થનું સૂક્ષ્મ સ્વરૂપમાં આકર્ષણ (આશ્રવ) થવાથી આત્મા સાથે કર્મની એકતા (બંધ) થાય છે. કર્મના આશ્રવ અને બંધથી આત્માના
ટિKUા
છે.