________________
શ્રાવકના એકવીશ ગુણે.
૧૬૯
૩. પ્રકૃતિ સોમ. શ્રાવકની પ્રકૃતિ એવી હોવી જોઈએ કે તે બીજાને પ્રિય થઈ પડે. તેના દેખાવ માત્રથી લોકેને તેનામાં શ્રદ્ધા જાગે અને તે સર્વેને પ્રિય થાય. શ્રાવકની વૃત્તિ નિષ્પા૫ અને સરલ હેવી જોઈએ.
૪. લેકપ્રિય. ઉદારતા અને સવતનથી લોકપ્રિયતા મેળવવી એ શ્રાવકને માટે ઈષ્ટ છે.
૫. અક્રૂર. જેનામાં ક્રૂરતા (નિણતા) ન હોય તે અક્રૂર કહેવાય છે. અક્રપણું અહિંસાની દ્રષ્ટિએ શ્રાવકમાં ઘણું જરૂરનું છે.
૬. સાવધાન.
૭. અશઠ. ધર્મનું આચરણ સહુદય ભાવે થાય, ધર્મમાં કઈ જાતને દંભ ન હોય. આ મહત્વની બાબત શ્રાવકે લક્ષમાં રાખવી જોઈએ. વળી વ્યવહારમાં સર્વ રીતે પ્રમાણિક (નીતિશીલ) બનવું જોઈએ.
૮. સુદાક્ષિણ્ય. શ્રાવકે સભ્યતા ( વિવેક)નું યથાગ્ય પાલન કરવું જોઈએ. પિતાનાં ઓછાં મહત્ત્વનાં કામને ભેગે જે તે પુણ્ય-પ્રવૃત્તિઓમાં બીજાઓને મદદ કરવી જોઈએ.
૯. લાલુ. મૃત્યુ પર્યત સિદ્ધાન્તને ત્યાગ ન કર અને કઈ પણ નાનું પણ પાપકાર્ય ન કરવું એ લજજાળુતા છે. શ્રાવકનું જીવન સિદ્ધાન્તને અનુરૂપ હોવું જોઇએ.