________________
બાર ભાવનાઓ.
વસ્તુઓ અનાત્મીય છે એવી ભાવનાને અન્યત્વ ભાવના કહે છે. શરીર આદિને આત્મા કહેવાં કે માનવાં એ મેહનું પરિણામ છે. અનાત્મીય વસ્તુઓને આત્મા તરીકે માનવી એ એક પ્રકારની મેહદશા છે. - ૬ અશુચિત્વ ભાવના. દુર્ગધથી ભરપૂર એવાં શરીર સાથે આત્માને સંસર્ગ અનિષ્ટ છે.' આત્માને અપવિત્ર શરીરથી મુક્ત કરવાની વિચારણા તે અશુચિત્વ ભાવના છે.
૭ આશ્રવ ભાવના. મેહ, અસંયમ, અસાવધાનતા આદિને પરિણામે થતી નવાં કર્મોની નિષ્પત્તિનો વિચાર કરી દુઃખનાં કારણરૂપ એ નવાં કર્મોથી મુક્ત થવાની ભાવના તેને આશ્રવ ભાવના કહે છે.
૮ સંવર ભાવના. ઈન્દ્રિય અને ચિત્તસંયમ, એકાગ્રતા (ધ્યાન), જ્ઞાનપ્રાપ્તિ આદિથી કર્મોના સતત પ્રવાહને નિરોધ કરવાની ભાવના તે સંવર ભાવના છે. ( ૯ નિર્જરા ભાવ. નિષ્ણુતા, દૌર્બલ્ય, અજ્ઞાન આદિના નિવારણ માટે સત્ય જ્ઞાન અને સત્ય શ્રદ્ધાયુક્ત જે ભાવના પરિણમે છે તેને નિર્જરાભાવ કહે છે. સદાચારનાં યથાયેગ્ય પાલનથી અજ્ઞાન આદિ અપ્રાકૃતિક દેશેનું નિવારણ અને કર્મ-નિર્જરા થાય છે.
૧૦ લોક ભાવના. વિશ્વની પાંચ સત્ય અને શાશ્વત વસ્તુઓ જે કદાપિ ઉત્પન્ન થઈ નથી તેમનાં વસ્તુ સ્વરૂપ અને આત્મા તથા પુદ્ગલ વચ્ચેના સંબંધવિષયક મહાન સની વિચારણું તે લોક ભાવના છે.