________________
૧૭૦.
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
૧૦. દયાળુ.
૧૧. મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિવાન. શ્રાવક સત્ય અને અસત્યનો ભેદ જાણી શકે અને તેથી આચારપાલન યથાયોગ્ય કરે. આચારપાલનની દ્રષ્ટિએ તેનામાં ભાગ્યે જ કઈ ક્ષતિ હેય. તે સર્વ બાબતોમાં ન્યાયી અને નિષ્પક્ષપાતી હેય. ધાર્મિક મંતવ્યના ગુણની યથાર્થ પરીક્ષા કરી તેમાંથી આત્માના સત્ય ગુણેનું શોધન કરે. શાશ્વત આત્માને ઉપયુક્ત ન હોય એવી પદ્ગલિક વસ્તુઓને ખરે શ્રાવક તિલાંજલી આપે છે.
૧૨. ગુણરાગી. બીજાના ગુણ જોવા અને તેને જ સ્વીકાર કર એ ગુણરાગીપણું છે. દેષ જોવાથી કંઈ પણ લાભ થતો નથી. ઉલટે તિરસ્કારભાવ વધે છે. ગુણાનુરાગીપણું એ ગુણપ્રાપ્તિને એક પરમ માર્ગ છે.
૧૩. સત્કથ. ખરાબ વાતચીત કે વિકથાથી શ્રાવક પર રહે છે. તેનું ચિત્ત સારી વાતમાં જ પવાયલું રહે છે. વિષયવાસનાને ઉત્તેજક વાર્તાલાપ શ્રાવકથી ન થાય. દરેક બાબતમાં એગ્ય વિચાર કરીને શ્રાવક પિતાને જે કંઈ કહેવાનું હોય તે કહે છે અથવા વાર્તાલાપ કરે છે.
૧૪. સુપક્ષમૃત. શ્રાવકના નેકરે અને પરિચયવાળા માણસે સદ્ગુણસંપન્ન હોવા જોઈએ. આપ્તજને (સગાંઓ)માં જેઓ સદ્ગુણી હોય તેમને સહવાસ રાખવું જોઈએ. શ્રાવકનું આસપાસનું વાતાવરણ સદાચારી જીવનને પરિપષક હોય.