________________
૧૭૨
| વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
સત્કાર્યનો કેઈ પણ પ્રકારનો બદલે ન ઈછે. આ વૃત્તિ ઘણીવાર બીજાઓને સત્ય ધર્મની શ્રદ્ધા પ્રાપ્ત કરાવવામાં અત્યંત ઉપયુક્ત થાય છે.
૨૧. લધલક્ષ્ય. ઉચ્ચ બુદ્ધિને કારણે કઈ પણ બાબતનું જ્ઞાન સહેલાઈથી જેને પ્રાપ્ત થઈ શકે તેને લબ્ધલક્ષ્ય કહે છે. લબ્ધલક્ષ્ય પુરુષને જ્ઞાન આપવું એ ગુરૂ આદિ માટે પણ એક સહેલું કાર્ય છે.
સ્થાન
પર
થાય છે. આજના સાહજિજર કરીએ
બીજાં ગુણસ્થાને. મુક્તિપંથે પળતા આત્માની પ્રગતિદર્શક પ્રથમ પાંચ ગુણસ્થાનેનું વિવેચન થઈ ગયું. હવે આપણી પછીનાં ગુણસ્થાને (છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાન સુધીનાં સર્વ ગુણસ્થાને) ને વિચાર કરીએ. આ નવે ગુણસ્થાનેમાં આત્માના સાહજિક ગુણોને અધિક અંશે વિકાસ થાય છે. પ્રોફેસર હર્મન જેકેબીએ ચાર અંગોને જે અનુવાદ કર્યો છે તેમાં આ સર્વ ગુણસ્થાનનું સ્વરૂપ-નિદર્શન કંઈક અંશે ઉપલબ્ધ થાય છે.
છઠ્ઠાં ગુણસ્થાનવાળાઓ પાંચ અણુવ્રતનું તીવ્રતાથી પાલન કરે છે. તાત્પર્ય એ કે અણુવ્રતનું પાલન સાધુએનાં પંચ મહાવ્રતોની દ્રષ્ટિએ થાય છે. એ રીતે અણુત્ર છઠ્ઠાં ગુણસ્થાનવાળાઓને મહાવ્રત બને છે.
સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન” કહેવાય છે. તેમાં વ્રતને સંગ થઈ શકતો નથી. સાતમા ગુણસ્થાન