________________
૧૬૬
| વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
સત્ય એ જ ખરૂં બળ છે. સત્યથી પર વસ્તુઓમાં નિબંળતા જ હોય. સત્ય સિવાયની તમામ વસ્તુઓ નિર્બળતાની મૂર્તિરૂપ છે. આથી એ અસત્ય વસ્તુઓથી પરાડેમુખ થવું જ ઘટે. કર્મનો સિદ્ધાન્ત સત્ય છે-અવિચળ છે. કર્મને સિદ્ધાન્ત સદા દ્રષ્ટિ સમીપ રાખી આત્માનું શ્રેય થાય એ રીતે ચારિત્રશીલ થવું એ જ ખરૂં સત્ય છે. “વાવે તેવું લણે” એ કમને સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તનું પાલન આત્મસાક્ષાત્કારના પરમ ઉદ્દેશથી કરવું એ જ પરમ સત્ય છે; બાકીનું સર્વ અસત્ય છે. (અશરણ ભાવના).
૩ અનંત યુગે થયાં મૃત્યુ અને જન્મ, દુઃખ, વૃદ્ધાવસ્થા આદિનું જે ચર્ક અવિરત રીતે ચાલ્યા કરે છે તેનાથી મુક્ત થવાને પુરુષાર્થ ફેરવવાની જરૂર છે. સ્વર્ગ, નર્ક, તિર્યંચ અને મનુષ્ય ગતિમાં અનંત જન્મ અને મૃત્યુ થયા છતાં સંસારનો અંત જ ન આવે ( સંસારી તરીકે અસ્તિત્વ બંધ ન થાય) એ વિચાર સંસારની અસારતાને સૂચક છે. સંસારની અસારતાના ભાવને પરિણામે સંસારથી મુક્ત થવાની શુભ ભાવના પરિણમે છે, સંસારમુક્ત થવાને પુરુષાર્થને ઉદય થાય છે. (સંસાર ભાવના). - ૪ એકત્વ ભાવના. જીવ દુનિયામાં એકલે જ આવે છે અને એકલો જ પાછો જાય છે. સુખ-દુઃખ પણ તે એક જ ભગવે છે એ વિગેરે ભાવે તે એકત્વ ભાવના કહેવાય છે.
૫ અન્યત્વ ભાવના. શરીર વિગેરે દુનીયાની સર્વ વસ્તુઓ આત્માથી ભિન્ન છે. આત્મા સિવાયની સવ