________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ.
કરતો હોય તે તેના ભાવી દુઃખને વિચાર કરતાં ખરા પ્રેમભાવીને દયાના ભાવ કુરે છે. કોઈ મનુષ્ય ઘેડે વિગેરે કઈ પણ પ્રાણ ઉપર ઘાતકીપણું ગુજારતો હોય તે તેનાં ભવિષ્યને (ભાવી દુઃખીદશાને) વિચાર કરી પ્રેમભાવી તેની દયા ચિંતવે છે. કૂતરાને વ્યાધિ તેમજ શરીરની ખોડખાંપણ એ તેનાં કર્મોના પરિણામ હોવાની માન્યતાથી જેમ તેના માટે દયાનું ચિત્વન થાય છે તે જ પ્રમાણે પાપી કે ગુન્હેગારની દયા જ ચિંતવવાની હોય. ગુન્હેગાર કઈ પણ દુષ્કૃત્ય કરે તેથી તેના પ્રત્યે તિરસ્કારભાવ ન થાય. ચારિત્રભ્રષ્ટ, દારૂડીઆઓ, અસત્યવાદીઓ એ સર્વ માનસિક વ્યાધિવાળા મનુષ્ય છે, એવી શુભ ભાવનાથી પ્રેમભાવી સત્યપુરુષે સર્વદા પાપીઓની દયા જ ચિંતવે છે. શારીરિક અને માનસિક વ્યાધિના સંબંધમાં પ્રેમભાવી સત્પરુષે એક સરખા અનુકંપાશીલ હોય છે.
ચાર પ્રકારના પ્રેમભાવરૂપ શુભ ભાવનાઓનાં ધ્યાન પછી સુદેવ (અરિહંત ભગવંતોનું ધ્યાન કરવાનું રહે છે. સુદેવ એટલે અઢારે દોષ રહિત પરમ મહાપુરુષ. સુદેવોએ આત્માને સંપૂર્ણ વિકાસ કરી સત્ય જીવન પ્રાપ્ત કર્યું છે. તેમનાં સર્વોત્કૃષ્ટ પૂર્ણ પદમાં ધ્યાનસ્થ થતે આત્મા ઉન્નતિને પંથે પળે છે. ધ્યાનધારીઓ સર્વોત્કૃષ્ટ પૂર્ણપદની વાંચ્છામાં નિમગ્ન રહે છે. અરિહંત પદ સિવાય તેમને અન્યથા સંતેષ થતું જ નથી. સુદેવનું ધ્યાન પ્રતિદિન કરવાને પરિણામે ચિત્તને સમભાવ પ્રગટે છે અને આત્મ