________________
એકાગ્રધ્યાન.
૧. સ્નેહભાવ. મનુષ્ય માત્રામાં ખરા સ્નેહભાવને આવિષ્કાર આવશ્યક છે. આદર્શ સ્નેહભાવ હોય ત્યાં સ્વાર્થવૃત્તિ જેવું રહેતું નથી. સ્નેહભાવને પરિણામે કોઈનું કંઈ પણ કાર્ય કરવામાં આનંદ અનુભવ થાય છે. ખરા સ્નેહભાવીને કઈ પણ પ્રકારના બદલાની આશા રહેતી નથી. આથી બદલે ન મળતાં સ્નેહભાવીઓને સ્ટેજ પણ નિરાશા ઉદ્ભવતી નથી.
૨. દુઃખીઓ પ્રત્યે પ્રેમભાવ. આ એક પ્રકારની દયાવૃત્તિ કે અનુકંપાભાવ છે. દુઃખીને દુઃખ મુક્ત કરવાની સક્રિય પ્રવૃત્તિ તેથી ઘણી વાર પરિણમે છે.
૩. સુખી જીવ પ્રત્યે પ્રેમ. આ વૃત્તિમાં ઈષ્યને અભાવ હોય છે. આથી તે આનંદના કારણભૂત છે.
૪. પાપીઓ પ્રત્યે સ્નેહ. કેઈ મનુષ્ય ગમે તે ગુન્હેગાર કે ઘાતકી હેય, ગમે તે પાપી હોય છતાં તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર એ ઈર્ષ્યા કે વેરની વૃત્તિનો અભાવ છે. એમાં પાપી પ્રત્યે તિરસ્કાર કે અનુમતિ–ભાવ હોતું નથી. પાપીઓ પ્રત્યે પ્રેમ એ એક પ્રકારની ઉપેક્ષાવૃત્તિ કે અનુકંપાભાવ છે. કેઈ વ્યાધિગ્રસ્ત અને લંગડા કૂતરાને જોઈને જેમ સામાન્ય રીતે દયા જ ઉદ્ભવે છે તે જ પ્રમાણે પાપીઓ પ્રત્યે નેહવાળા મનુષ્યોને દયાભાવ પ્રગટે છે. પાપીને ભેગવવાં પડતાં દુઃખની ખરા સ્નેહભવીને દયા આવે છે. તેનું ચિત્ત પાપીનાં દુઃખથી આદ્ર બને છે. આવી જ રીતે કે મનુષ્ય કંઈ હિંસા