________________
એકાગ્રખ્યાન.
૧૬૧
સત્ય
અજવાળાં કે સૂર્યપ્રકાશની માફ્ક સુખની શાશ્વત વસ્તુ તરીકે વિશ્વમાં વિદ્યમાનતા છે એવી પ્રતીતિ થાય છે. સુખને ભૂલવુ એજ દુઃખ એવા ધ્યાનસ્થને પ્રત્યય થાય છે. મનુષ્યના ચિત્તમાંથી સૂર્યપ્રકાશ ન ખસે તેમ સુખના ભાવ પણ ચિત્તમાંથી ન જ નીકળે. આત્માના ભવ્ય આનંદ અને અમર જીવનનાં અપૂર્વ સુખના ભાવથી ખરા અહિંસાભાવ પરિણમે છે. પ્રાણીઓના જીવનના આનંદ અને જીવન-પ્રેમ પ્રત્યક્ષ થાય છે.
૨ સત્ય. આ ગુણુનો ધ્યાનસ્થ માત્ર નિશ્ચય જ કરી લેવાનો છે. સત્યનું અસ્તિત્વ તા છે એટલે તે જાણવાનુ જ રહે છે. સત્ય ઉપજાવી કાઢવાનું રહેતું નથી. નિશ્ચય કરતાં સત્યનું જ્ઞાન દુર્ઘટ નથી, સરલ છે.
૩ ઋજુતા (નીતિ). આ ગુણનુ મહત્ત્વ ઘણું છે. તેમાં સ્ટેયલાવ, પ્રતારવૃત્તિ (ચારી, છેતરપી’ડીના વિચારા) ના સર્વથા અભાવ હાય છે. જે જે અનીતિયુક્ત ભાવા હાય તેના ત્યાગ કરી નીતિમામાંથી પ્રવિચલિત ન થવાને દ્રઢ સંકલ્પ આત્મ-કલ્યાણના વાંચ્છુકા માટે અત્યંત ધૃષ્ટ છે.
૪ વિષયવાસનાને સયમ. પરિણીત સ્ત્રીપ્રત્યે વફાદાર રહી એ પ્રમાણે જીવન વ્યતીત કરવું એ એક પ્રકારના સયમ અને પવિત્રતા છે. વિષયવાસનાના સયમ અને ચારિત્રની પવિત્રતાનું ધ્યાન એ આત્માનું એક લવન છે અને તે પરમ ઉપકારી છે.
૧૧