________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ જોઈએ. પંચપરમેષ્ટીના વિશિષ્ટ ગુણોનું સ્મરણ કરી તેમનાં જીવનનું યથાયોગ્ય અનુકરણ કરવું જોઈએ.
ચિત્તને સમભાવ તેમજ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાને માટે ધ્યાન અત્યંત ઉપયોગી છે. એ ધ્યાનને વખતે શરીરના અંગે તેમજ ઉપાંગો (માથું, ધડ વિગેરે)ના
વ્યાપાર બંધ કરવા જોઈએ. વાણી પણ બંધ થવી જોઈએ. કઈ પણ પ્રકારના નાદ રહિત સમશીતોષ્ણ સ્થાનમાં ધ્યાન કરવું જોઈએ. ધ્યાન સમયે ચક્ષુઓ અનિમેષ (બંધ) હેય. સંસર્ગ, ગંધ, સ્વાદ તેમજ માનસિક કલ્પનાઓથી ધ્યાનધારી પર હોય. આ સ્થિતિમાં ધ્યાનધારીને એક પ્રકારની શ્યામતાનું દર્શન થાય છે. એ શ્યામતાને તિરેભાવ કરવાને ધ્યાનધારીએ બનતે પ્રયત્ન કરવો જોઈએ.
એ પછી શત્રુઓ સહિત વિશ્વના તમામ પ્રાણીઓ માટે ક્ષમાભાવ ધારણ કરી આત્માના ઉત્કૃષ્ટ ગુણોની પ્રાપ્તિની શ્રદ્ધાથી સુખ, સંતોષ, સત્ય આદિનું ધ્યાન કરવું. પંચપરમેષ્ઠી પ્રત્યે પૂજ્યભાવ રાખી તેમના ઉત્કૃષ્ટ ગુણેની પ્રાપ્તિ શક્ય છે એવી નિરતિશય શ્રદ્ધાથી આત્માના ગુણવિકાસ માટે અને દુર્ગણે, દૌર્બલ્ય આદિના નિવારણ અર્થે નીચેના ૫ મહાન ગુણનું–આત્માના પાંચ ભવનનું–અવશ્ય ધ્યાન કરવું
૧ સુખ અર્થાત્ જીવન-દશાનો આનંદ. સુખનાં ધ્યાનમાં દુઃખ રહિત દુનીઆની ભવ્યતાનું ભાન થાય છે. * તત્વાર્થ સૂત્ર, ૭-૨