________________
એક ગ્રધ્યાન.
૧૫૭
જ્ઞાન એ વસ્તુનું નિરીક્ષણ જ છે એમ નથી. નિરીક્ષણ ઉપરાંત કાર્યની ઇચ્છા અને કાર્યના નિર્ણય ઉદ્ભવે છે. જ્ઞાનથી જીવનમાં કઈ પરિવર્તન ન થાય તેા તે ખરૂં જ્ઞાન નથી. એવાં જ્ઞાનને નવું જ્ઞાન કહી શકાય નહિ. જ્ઞાન એવું વ્યાપક અને પરિણામદાયી બની જવુ જોઇએ કે તેથી જીવનમાં અનેરા પલટા થઇ જાય. એકલાં નિરીક્ષણથી જ્ઞાન ઉપરછલ્લું રહે છે. કાર્યની ઈચ્છા અને નિષ્ણુયથી જ્ઞાનની જડ માગે છે. જ્ઞાન કુલે છે–ફાલે છે. તેના અપૂર્વ વિકાસ થાય છે.
ધ્યાન દરમીઆન શરીરની સ્થિતિ ( આસન વિગેરૈની દ્રષ્ટિએ ) એવી હાવી જોઇએ જેથી ધ્યાનને આવશ્યક અનુકૂળતા મળી રહે અને ધ્યાનની પુષ્ટિ થાય. ધ્યાન કરનારનું ચિત સંપૂર્ણ શાંત અને કાઇ પણ પ્રકારની મેચેની રહિત હાવુ જોઇએ. ધ્યાનને આવણુરૂપ કોઇ પણ પ્રકા૨ના ભાર જરાયે ઇષ્ટ નથી. ધ્યાનધારીની ધ્યાન સમયે શરીર સ્થિતિ એવી હાવી જોઇએ કે શરીર સંબંધી ભાન જ ન રહે. ધ્યાનને વખતે શરીરનું ભાન ન જ થવું જોઇએ. શરીરનું ભાન થાય તે તે ધ્યાન જ નથી એમ સમજવુ. આત્મા એ શરીર નથી, આત્મા શરીરથી તદ્ન વિભિન્ન છે એના સાક્ષાત્કાર કરવા એ ધ્યાનના ઉદ્દેશ છે.
ધ્યાન કરનારે ધ્યેયની વરણી કરી લઇને સર્વ તૈયારીપૂર્વક ધ્યાનમાં પ્રવિષ્ટ થવુ જોઇએ. અપૂર્વ ઉત્સાહ અને સહૃદયતા એ ધ્યાનનાં આવશ્યક અગે છે.