________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ,
અમુક વસ્તુ કેવી હાય કે હાવી જોઇએ એ વિચારવાને પરિણામે ધ્યાનથી જ્ઞાનવૃદ્ધિ થતી નથી. ધ્યાન પહેલા વસ્તુનું જ્ઞાન હાય જ. વસ્તુનું જ્ઞાન અનિવાર્ય છે. વસ્તુનું જ્ઞાન ન હાય તા ચિત્તની એકાગ્રતા અસવિત છે. સંસર્ગ અને નિરીક્ષણના સામાન્ય સાધનાદ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાન પહેલાં એ રીતે જ્ઞાન-પ્રાપ્તિ કરી લેવી જોઇએ.
૧૫૬
પૃથક્કરણ અને સચેાજીકરણ એ જ્ઞાનની વૃદ્ધિ અર્થે એ રીતિઓ છે. પૃથક્કરણ-રીતિના એકાગ્રતામાં યથાયોગ્ય ઉપયોગ થયા બાદ સ'ચેાજીકરણનુ કાર્ય ચાલે છે. પ્રથમ વસ્તુના ભાગા અને તેનાં જુદાં જુદાં દ્રષ્ટિબિંદુઓનું પૃથકરણ થાય છે. તે પછી તેમનું માનસિક દ્રષ્ટિએ સચાજન થાય છે અને વસ્તુના સમગ્ર રૂપે વિચાર કરવામાં આવે છે. એકંદર વિચારતાં એકાગ્રધ્યાનમાં નિરીક્ષણુ, તુલના, વર્ગીકરણ, સામાન્ય અનુમાન, સયાજન અને વસ્તુના ખીજી વસ્તુઓ સાથેના સંબંધનું જ્ઞાન એ બધુ ચે
થાય છે.
જેથી પ્રકૃતિની સુધારણા થાય તે જ ખરૂં જ્ઞાન છે. જેથી આત્મસુધારણા ન થાય એ જ્ઞાન અસત્ય છે–નિરથંક છે. આત્માનું અધઃપતન કરનારૂં જ્ઞાન કૉડી પણ કામનું નથી. ખીજા પ્રાણીઓને ભાગે જ્ઞાન પ્રાપ્ત કરવુ એ ચુત નથી. જ્ઞાન–પ્રાપ્તિમાં કોઈ પ્રકારની હિંસાને સ્થાન ન જ હાઈ શકે. હિંસા કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાના મનુષ્યને કશાયે હક્ક નથી.