________________
એકાગ્રધ્યાન.
૧૫૫
wwminiuuuuuuuuuuuuuuww
વિકસિત ચારિત્રરૂપ દ્રઢ પાયા ઉપર આ સર્વ વ્રતનું ચણતર થયેલું છે. દયાવૃત્તિ, આત્મસંયમ, સત્ય જ્ઞાનની ઇચ્છા એ વિગેરેને પરિણામે ચારિત્રને વિકાસ થયે હોય તેમને સર્વ વ્રતે ઘણું ઉપકારક છે. વ્રતનાં પાલનથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ચારિત્રનું બળ સંગઠિત બને છે, ચિત્તની શક્તિ પ્રાપ્ત થાય છે, આત્મા શાશ્વત અને સુખી જીવન પ્રત્યે પ્રયાણ કરે છે, દિનપ્રતિદિન આત્મોન્નતિનું કાર્ય પૂરવેગથી ધપે છે.
એકાગ્રધ્યાન. ચારિત્રના શાસ્ત્રીય વિકાસ માટે એકાગ્ર ધ્યાન ખાસ આવશ્યક છે. આત્મા અને કર્મોરપી સૈતિક દ્રવ્યનું મિશ્રણ છૂટું પાડવાનું કાર્ય જે તે વ્યકિતએ જ કરવાનું છે. જે તે આત્મા અને કર્મોનાં મિશ્રણનું વિજન જે તે આત્મા જ કરે. એક આત્મા અને તેને લાગેલાં કર્મોનાં મિશ્રણનાં વિજનકાર્ય સાથે બીજા આત્માઓને કંઈ લેવાદેવા હેઈ શકે નહિ. આત્મા અને કર્મોનાં મિશ્રણનું વિજન બીજા આત્માઓથી શકય પણ નથી.
એકાગ્રધ્યાન એ આત્મન્નિતિનું મુખ્ય સાધન છે. તે એક પ્રકારની ચિત્તસંયમયુકત ક્રિયા છે. એકાગ્રધ્યાનથી આત્માને વિકાસ શરૂ કર્યા પહેલાં સમ્યગદર્શનની પ્રાપ્તિ અનિવાર્ય છે. સમ્યગદર્શનની પ્રાપિત થયા બાદ એકાગ્રધ્યાન થાય છે તેથી સમ્યાગજ્ઞાનની વૃદ્ધિ થાય છે. ચારિત્રની ઘણી શુદ્ધિ થાય છે.