________________
૧૩૮
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
ચતુર્થ વ્રતધારીઓ બ્રહ્મચર્યની વાડરૂપ નીચેના નિયનું પિતાનાં વ્રતનાં સંરક્ષણ અર્થે પાલન કરે છે.
(૧) કે સ્ત્રી સાથે (બધો વખત) શરીર-સંસગે ન થાય તેવી રીતે નિવાસ. નપુંસક તેમજ માદા જાનવરે હોય એવાં ઘરમાં નિવાસ ન કર અર્થાત્ નપુંસક તેમજ માદા જાનવરો ન હોય એવા સ્થળમાં વસવું.
(૨) વિષયલાલસાને ઉત્તેજક વાર્તાલાપ કે કથાઓથી વિમુખતા.
(૩) એક સ્ત્રી અમુક સ્થાન ઉપર બેસીને ઉઠી ગયા. બાદ તે સ્થાન ઉપર અમુક કાળ સુધી ન બેસવું.
(૪) સ્ત્રીઓનું નિરીક્ષણ વિષયવાસનાની વૃત્તિથી ન કરવું. સ્ત્રીઓના સંબંધમાં કુદ્રષ્ટિ ન સેવવી.
(૫) પરિણીત યુગલ નિદ્રાધીન હોય તે ઓરડાથી પાસેને ઓરડે મયદાની દ્રષ્ટિએ બરાબર ન હોય તે એ ઓરડામાં ન રહેવું કે સૂવું.
(૬) ભૂતકાલીન વિષયસેવનનું સ્મરણ ન કરવું. (૭) વિષયવાસનાને ઉત્તેજક અન્નાદિને ત્યાગ કર.
(૮) કોઈ ખાદ્ય પદાર્થ વિષયવાસનાને અનુત્તેજક હોય તે પણ તેને વિશેષ ઉપગ ન જ કરે.
(૯) શરીર-શેલાથી દૂર રહેવું.