________________
આઠમા વ્રતનું સ્વરૂપ.
૧૪૭
જરૂરી દુખે વહોરી લઈએ છીએ. આથી જે પ્રવૃત્તિઓથી અનાવશ્યક અનિષ્ટ પરિણામ આવે તે પ્રવૃત્તિઓ ત્યાજ્ય છે.
જે પ્રવૃત્તિઓ આવશ્યક છે તેનાં અનિષ્ટ પરિણામે ભગવ્યા સિવાય છૂટકે નથી, પણ અનિષ્ટ પરિણામદાયી અનાવશ્યક પ્રવૃત્તિઓથી તે મનુષ્ય વિમુખ થવું ઘટે. જે કાર્યોમાં પિતાને લાભ ન હોય અને જે કાર્યો સાથે લેવાદેવા પણ ન હોય એવાં કાર્યોથી પરાક્ષુખ રહેવું એ યુક્ત છે.
પરિત્યાજ્ય પ્રવૃત્તિઓ. નીચેની પ્રવૃત્તિઓ બીનજરૂરી અને અહિતકારી હોવાથી એ સર્વ પ્રવૃત્તિઓ પરિત્યાજ્ય છે.
૧ દ્રવ્ય, આરોગ્ય વિગેરે કમી થવાને દૈનિક ભય.
૨ દુઃખ, દારિદ્રય, વ્યાધિ વિગેરેની પ્રાપ્તિની વારંવાર શંકા.
૩ વ્યાધિ, દારિદ્રય વિગેરેથી દૂર થવાની અયોગ્ય પ્રકારની ચિંતા.
૪ ભાવી સુખની અનહદ લાલસા, દુઃખ નિવારણ માટે અયોગ્ય ચિંતા.
૫ કેઈની હિંસા કરીને આનંદ માનવાની વૃત્તિ, બીજાઓનાં હિંસક કાર્યોને અનુમતિ.