________________
૧૪૬
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ. ૧૩ લીલાંછમ ખેતરે, જંગલ વિગેરેને બાળી કે કાપી નાખવાં.
૧૪ તળ વિગેરે સૂકવી નાખવાં. માછલીઓ મરી જાય એ કારણે આ પ્રવૃત્તિ ત્યાજ્ય છે.
૧૫ અનીતિમય જીવન માટે સ્ત્રીઓનું પાલન કરી તેમને ઉછેરવી; પૈસા મેળવવાની ઈચ્છાથી કઈ ઘાતકી કૃત્ય માટે કે પ્રાણને ઉછેર કર.
માંસ આદિનાં ભક્ષણથી આ વ્રતને અમુક અંશે ભંગ થાય છે.*
૮ અનર્થદંડવિરમણ વ્રત. અનાવશ્યક અનિષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું વ્રત તે અનર્થદંડવિરમણ વ્રત છે. “અનર્થદંડવિરમણ વ્રત એ પાંચ શબ્દને એક સંયુક્ત શબ્દ છે. અન, અર્થ, દંડ, વિરમણ અને વ્રત-એ પાંચ શબ્દોથી આ વ્રતનું નામ બને છે. પ્રથમ ત્રણ શબ્દોના અર્થ અનુક્રમે ન નહિ), લાભ (કે કારણ) અને અનિષ્ટ (કે અનિષ્ટ પરિણામ) છે. છેલ્લા બે શબ્દનો અર્થ “થી દૂર રહેવાની કબૂલાત” એ થાય છે. આ રીતે પ્રારંભમાં વ્રતને જે અર્થ આપે છે તે અર્થ થાયેગ્ય રીતે સમજી શકાશે.
જે વિચારે, વાણી કે કૃત્યથી સમાજને કે આપણને કયે લાભ નથી તેવા વિચારે વિગેરેથી આપણે બીન
* તવાર્થાધિગમ સૂત્ર, ૭-૩૦; યોગશાસ્ત્ર ૩, ૯૭.