________________
૧૪૪
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
એવી વસ્તુઓ. અન્ન, પાણી, પુલ વિગેરે ભાગ્ય વસ્તુઓ છે. વારવાર ઉપયોગ થઇ શકે એવી વસ્તુઓ કે પ્રાણીઓ ઉપભાગ્ય કહેવાય છે. ચિત્રો, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ, ઘટ વિગેરે ઉપભાગ્ય વસ્તુઓ છે.
ભાગ્ય કે ઉપભાગ્ય વસ્તુઓની પ્રાપ્તિ નિમિત્તે આવશ્યક પ્રવૃત્તિઓની મર્યાદા ખાંધી તે પ્રમાણે વર્તન કરવુ એ આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે. આ વ્રતના એ
ભાગ છે.
(૧) આહાર તરીકે ઉપયાગમાં આવતી વસ્તુઓના સંબંધમાં મર્યાદા. બની શકે ત્યાં સુધી વ્રતધારીએ અચિત્ત વસ્તુએ જ ખારાકમાં લેવી જોઇએ. સચિત્ત વસ્તુઓના અને તેટલે ત્યાગ જ હાય. જે ચિત્ત વસ્તુઓને ત્યાગ ન થઇ શકે તેની સંખ્યા, પ્રમાણુ, વજન વિગેરેની દ્રષ્ટિએ મર્યાદા બાંધી તદનુસાર વર્ત્તવુ જોઈએ. માંસાહાર તે સર્વથા વર્જ્ય જ હાય. ગાજર, બટાટા વિગેરે અનંતકાય વનસ્પતિના ( અનંત સૂક્ષ્મ જીવાવાળાં તમામ પ્રકારનાં કંદમૂળના ) સંપૂર્ણ ત્યાગ કરવા જોઇએ. આ ઉપરાંત અજાણ્યાં ફળે, સડેલું કે વાસી અન્ન, મધ અને મદ્ય (દારૂ) એ સર્વ પરિહાર્ય છે. રાત્રિભાજનના ત્યાગ પણ્ આવશ્યક છે.
(૨)ભાગ્ય કે ઉપભાગ્ય વસ્તુ પ્રાપ્ત કરવાની વિવિધ ક્રિયાઓમાં કોઇ પ્રકારનું પાપ કે ક્ષતિ અનિચ્છનીય છે. જો કાઈ ક્રિયા ( વ્યાપાર આદિ ) હિંસા વિગેરે પાપાત્મક હાય તા એ ક્રિયા ( પ્રવૃત્તિ )ના ત્યાગ જ ઈષ્ટ છે.