________________
સાતમા વ્રતનું સ્વરૂપ.
૧૪૩
અંતર સુધી જ જવાની મર્યાદા કરી લે છે. એ અંતરની બહાર તેનાથી કે તેના માણસોથી જઈ શકાતું નથી. | દિગૂપરિમાણવ્રત એ એક ગુણવ્રત હોવાથી પહેલાં પાંચ વ્રતોને સહાયરૂપ છે. એ વ્રત જે ઉચ્ચરે છે તે પોતાની મર્યાદા બહારનાં કઈ પ્રાણીનું અહિતન કરવાની એક પ્રકારની ઘોષણા કરે છે. વ્રતધારીએ કપેલી મર્યાદા મહારના જીવને વ્રતધારી કશીયે ઈજા કરતો નથી. આ રીતે મર્યાદા બહારના જીવ ભયમુક્ત છે.
દિગપરિમાણ વ્રતધારી પ્રત્યક્ષ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની (અતીન્દ્રિય દર્શનની) શક્તિને વિકાસ કરે તે મર્યાદા બહારનાં સ્થાનમાં શું બને છે તે જે તે સ્થાને ગયા વિના જાણી શકાય છે.
વ્રતભંગનાં સંભવનીય કારણે વિમૃતિ કે અકસ્માતથી મર્યાદાનું ઉલ્લંઘન થાય તે વ્રતનો અમુક અંશે ભંગ થાય છે. પાછલા કે વાંકાચૂકા માર્ગોથી પણ વ્રતભંગ કંઈ ને કંઈ અંશે થાય છે. એ સિવાય બીજી કઈ રીતે મર્યાદાનું ઉલ્લંઘન થાય તે વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે.
૭ ભેગેપભેગપરિમાણ વ્રત ભાગ્ય તેમજ ઉપગ્ય વસ્તુઓનાં પ્રમાણની મર્યાદા બાંધી એ રીતે વર્તવું તે આ વ્રતને ઉચ્ચ આશય છે. ભાગ્ય વસ્તુઓ એટલે જેનો એક જ વાર ઉપયોગ થઈ શકે
* તસ્વાર્થ સત્ર ૭-૧૫; યોગશાસ્ત્ર ૩-૯૬