________________
૧૩૬
| વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
થાય છે. માનસિક અને જીવનની પવિત્રતાનું મહત્વ મંત્ર ઉચ્ચારણથી થતાં પુદ્ગલનાં આંદોલન કરતાં અધિક છે.
વિષયવાસનાનાં આધિજ્યથી દુન્યવી દષ્ટિએ પણ ઘણા ગેરલાભ થાય છે. વિત્ત અને કીર્તિને ક્ષય, ગુરૂ અને શાસ્ત્રમાં અશ્રદ્ધા, શરીરના અંગ-ઉપાંગેની અશક્તિ એ બધાં વિષયવાસનાનાં અનિષ્ટ પરિણમે છે. વિષય-દશામાં સારાં કાર્યો થઈ શક્તા નથી. વિષયવાસનાના અતિરેકને પરિણામે દેવત્વની પ્રાપ્તિ પણ શકય નથી.
શ્વાસોશ્વાસની દૃષ્ટિએ વિષયવાસનાની સક્રિય ક્રિયાથી ઘણું બળને ક્ષય થાય છે. પ્રત્યેક ક્રિયામાં આવી રીતે બળને ક્ષય થાય છે, પણ બીજી ક્રિયાઓમાં એ ક્ષય પ્રમાણમાં ઓછું હોય છે.
જૈનશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારતાં (જૈન મંતવ્ય અનુસાર) ધ્યાનમાં શ્વાસોશ્વાસની દ્રષ્ટિએ જેટલી શક્તિને ઉપયોગ થાય છે અને બળ ઘટે છે તે કરતાં વિષયસેવનમાં નવગણ શક્તિને ઉપગ થાય છે અને એ રીતે શરીરનું બળ નવગણું ઘટે છે. ધ્યાન, સવિચારે, મૌન, વાણી, નિદ્રા, ગમનાગમન અને વિષયસેવનમાં અનુક્રમે ૪, ૬, ૧૦, ૧૨, ૧૬, ૨૨ અને ૩૬ શ્વાસોચ્છવાસને ખર્ચ થાય છે. આ ઉપરથી જે તે ક્રિયામાં શરીરશક્તિને કેટલે વ્યય થાય છે એ સમજી શકાશે.
વિષયવાસનાના અનિષ્ટ પરિણામે ઉપર વર્ણવ્યાં. આથી તેને સંપૂર્ણ ત્યાગ અને અમુક અંશે ત્યાગ કે