________________
૧૪૦.
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ. પરિગ્રહ રાખે એ આમેન્નતિના વાંચ્છુકો માટે ખાસ જરૂરનું છે.
આત્મા અને ભૌતિક વસ્તુઓની વચ્ચે એકતા સંભવી શકે નહિ. આમ છતાં એ બન્ને વચ્ચે બેટી રીતે એકતા માની લેવાને પરિણામે દ્રવ્યાદિને મેહ વધે છે. દ્રવ્ય વિગેરે ભૌતિક વસ્તુઓની વાસના ઘટતી નથી. માલ-મીલ્કતને (પરિગ્રહનો) મેહ દિનપ્રતિદિન વધ્યા જ કરે છે. ભૌતિક વસ્તુઓ અને આત્મા વચ્ચે એકતા ન હોય એવી જેને પ્રતીતિ થાય છે તે જ દ્રવ્યાદિને મેહ છેડી શકે છે અને અલ્પ પરિગ્રહવંત બને છે. જે મનુષ્યને પરિગ્રહને બહુ મેહ હોય તેણે એ મેહનાં શાત્વન અર્થે કઈ ને કઈ અનામીય પ્રવૃત્તિઓમાં મશગુલ રહેવું પડે છે. એ પ્રવૃત્તિઓથી અનિષ્ટ કર્મોનું નિરસન થાય છે. આ પ્રમાણે જેમને પરિગ્રહને મોહ વિશેષ હોય તેમનું ઘર અધઃપતન થાય છે. પરિગ્રહવૃત્તિ મર્યાદિત હોય એવા મનુષ્યની દશા આથી જુદી જ હોય છે. તેમનું પરિગ્રહ પરિમાણ ઓછું થવાથી આત્માના કેટલાક શુભ પરિણામે ઉત્તેજિત થાય છે. ચિત્તને સંતોષ અને સ્વૈર્યની પ્રાપ્તિ થાય છે. આત્માની ધર્મને પંથે ઉજજવળ પ્રગતિ થાય છે. પરિગ્રહની મર્યાદા ન હોય એ સ્થિતિ બીલકુલ ઈચ્છનીય નથી એ સ્થિતિમાં અસંતોષ અને અસ્થયેનું સામ્રાજ્ય વર્તે છે. જીવનની એકંદર સ્થિતિ પતંગીયા જેવી ચંચળ હોય છે. જીવનમાં ધૈર્ય જેવું કશુંયે હેતું નથી. જીવનનું આવું અધૈર્ય ધર્મવાંછુઓને ક્ષણ પણ સહ્ય ન જ હોય.