________________
૧૨૧
પ્રથમ વ્રતનું સ્વરૂપ.
અને શરીરમળ તથા શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એમ ચાર જીવન–મળેા હોય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને વૃક્ષ એ સર્વ એકેન્દ્રિય હાવાથી તેમને ચાર જીવન–મળા હાય છે.
દ્વીન્દ્રિય ( એઇન્દ્રિયવાળા ) પ્રાણીઓમાં એકેન્દ્રિય પ્રાણીઓ કરતાં એ પ્રાણ-ખળા વિશેષ હાય છે. એકેન્દ્રિય પ્રાણીઓમાં સ્વાદુબળ અને વાણીખળ હોતાં નથી. આ અને અળેા એઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં હાય છે. આમ તેમને એક ંદર ૬ જીવન-ખળા હાય છે. શંખ, છીપ વિગેરેમાંના જીવેા દ્વીન્દ્રિય હાવાથી તેમનાં જીવન-ખળ રે પ્રકારનાં છે.
ત્રીન્દ્રિય ( ત્રણ ઇન્દ્રિયવાળા ) પ્રાણીઓમાં દ્વીન્દ્રિય પ્રાણીઓ કરતાં એક જીવન—ખળ અધિક હાય છે. આ બળ તે ઘ્રાણેન્દ્રિયનુ ખળ છે. ત્રીન્દ્રિય પ્રાણીઓમાં સુંઘવાની શક્તિ પણ હોય છે. તેમના જીવન મળે! એકદર સાત છે. જા, માંકડ અને કીડી એ સર્વ ત્રીન્દ્રિય પ્રાણીઓ છે.
ચતુરિન્દ્રિય ( ચાર ઇન્દ્રિયવાળા ) પ્રાણીઓને ત્રીન્દ્રિય પ્રાણીઓ કરતાં દર્શનેન્દ્રિય (આંખ) રૂપી જીવન–મળ વિશેષ હાય છે. આ રીતે તેમને ૮ જીવન-ખળેા હાય છે. વીંછી, મધમાખી, લમા એ ચતુરિન્દ્રિય પ્રાણીઓનાં દ્રષ્ટાન્ત છે.