________________
મૃષાવાદ વ્રતભંગનાં કારણેા.
૧૩૧
જાણે છે એમ કહેવુ.... ગુપ્ત વાત જાણી પણ ન હાય છતાં એ વાતનું રહસ્ય પોતે જાણે છે એમ કહેવામાં નિહઁદા કે ચાડીચુગલીના ઉદ્દેશ હાય છે. કેટલીક વાર એ મનુષ્યાને ગુપ્ત વાર્તાલાપ કરતા જોઇને કેટલાક મનુષ્યા વાત જાણી હાવાના ડાળ કરે છે અને રાજ, અમલદારો કે અમુક માણુસા વિરૂદ્ધ કાઇ ભેદભરી ગાષ્ટી થતી હાય એવી વાત ફેલાવે છે. આવી નિન્દાવૃત્તિ એ વ્રતભ’ગનું એક સ્વરૂપ છે.
(૪) ચાગ્યે તપાસ કર્યા વિના, અસાવધપણે ( ક્રાઇ પ્રકારની બેદરકારીથી ) કાઇ ખાટુ' ખત કરવું. આથી વાણીની દ્રષ્ટિએ વ્રતભંગ થાય છે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીઓ જાણી જોઇને ખાટું ખત કરે તેા તેથી વ્રતભંગ પરિણમે છે.
(૫) સ્ત્રી કે મિત્રની ગુપ્ત વાતાના ઘટસ્ફાટ. સ્ત્રી કે મિત્રની ગુપ્ત વાતો પ્રગટ કરવામાં કાઈ ખાસ આશય ન ડાય તે પણ વ્રતના ભંગ થાય છે.
અવિચારિતા, ઉદ્ધતાઇ કે વાણીની બેદરકારીથી ખીજા વ્રતના ભંગ થાય છે, એમ ઉપરના દ્રષ્ટાન્તાથી જણાય છે. વાણી સત્ય હાય છતાં તેથી ખીજાનું અહિત થતું હોય તા વ્રતભંજનનું કારણ અને છે.
ખીજા વ્રતનાં પાલનથી લાકોને વ્રતધારીમાં વિશ્વાસ વધે છે. સારામાં સારા ઉદ્દેશો પણ પાર પડે છે. લાકાના