________________
1
c -
૧૩૦.
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
કેઈનું અહિત કરવાના આશયથી હું કઈ મનુષ્ય, પ્રાણુ કે વસ્તુના સંબંધમાં જાણી જોઈને ખોટું બોલવાથી પર (દર) રહીશ. ”
ઉપરોક્ત પ્રતિજ્ઞાનું પાલન શરીર, વાણી કે ચિત્તથી કે એ સર્વ રીતે કરવાની પ્રતિજ્ઞા ( ત્રિકરણ શુદ્ધિથી કરવાની પ્રતિજ્ઞા ) લેવાય છે.
આ ઉપરાંત બીજાઓના સ્થૂલ મૃષાવાદને અનુમતિ કે ઉત્તેજન ( કારણ ) ન આપવાના આશયથી કે અમુક કૃત્ય કે પોતાની જાતિને અનુલક્ષીને કે આ સર્વ કારણેવશાત્ મૃષાવાદવિરમણ વ્રત અંગીકાર થાય છે. આ રીતે મૃષાવાદવિરમણ વ્રતરૂપ પ્રતિજ્ઞાના એકંદર ૯ પ્રકારે છે.
મૃષાવાદ વ્રતભંગના કારણે મૃષાવાદવિરમણ વ્રતને ભંગ એક રીતે થાય છે. એ વ્રતનાં ભંજક કેટલાક ઉદાહરણે આનીચે આપ્યા છે
(૧) ઉદ્ધતાઈપૂર્વક અસત્ય આરોપણ (ટે આક્ષેપ) કરવું. દા. ત. કેઈ મનુષ્ય ચાર ન હોય તેને ચાર કહે.
(૨) બીજાને નુકશાન થાય એ હુકમ ઉદ્ધતાઈથી
કરે.
(૩) બે મનુષ્યોના ગુપ્ત વાર્તાલાપનું શ્રવણ કરેલું ન હોવા છતાં નિંદા કરવાની ઈચ્છાથી વાર્તાલાપનું રહસ્ય પતે
* તત્ત્વાર્થસૂત્ર, ૭-૨૧; યેગશાસ્ત્ર, ૩, ૯૧