________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ (૫) ખાસ જરૂરી કારણ વિના કેઈ મનુષ્ય કે પ્રાણુને અન્ન-જળથી વંચિત રાખવાં.
વ્રતપાલનનાં પરિણામ પ્રથમ વ્રતના પાલનથી આરોગ્ય સુધરે છે, બળ વધે છે અને ભાવી જીવન માટે હષ્ટપુષ્ટ શરીરની પ્રાપ્તિજનક શરીરની નિષ્પત્તિ થાય છે. મિત્રો, આપ્તજન અને પિતૃઓને વિયેગ થતો નથી. જીવનમાં સુખ તેમજ ચિરાયુની પ્રાપ્તિ થાય છે. સુકીર્તિ અને શરીર સાષ્ટવની લબ્ધિ થાય છે.
વ્રતભંગના પરિણામે એથી ઉલટાં છે. વ્રતભંગથી કઈ અંગ-ઉપાંગમાં ખોડ આવે છે. મિત્રે વિગેરેને વિયોગ થાય છે. તિર્યંચ કે નરક ગતિની પરિણતિ થાય છે. કોઈ અસાધ્ય રોગ કે કઈ પ્રકારનું દુઃખ આવે છે. આયુષ્ય-ક્ષય પરિણમે છે.
* ૨ સ્થલ મૃષાવાદવિરમણ વ્રત. - અશુભ આશયથી અને જાણી જોઈને અસત્ય બોલવું એ સ્થૂલ મૃષાવાદ છે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીએ એવા મૃષાવાદથી વિમુખ થવું ઘટે. અનિષ્ટ આશયથી અસત્ય ન બોલાય. અમુક વસ્તુ અસત્ય છે એમ જાણ્યા છતાં તે વસ્તુને સત્ય ગણાવવાનો પ્રયત્ન ન જ થાય.
વિવિધ પ્રકારના મનુષ્ય, પ્રાણીઓ, વસ્તુઓ વિગેરે વિષે વિવિધ દ્રષ્ટિએ અસત્ય બોલાય છે. કેઈ વસ્તુ કે