________________
૧૨૬
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
સાધુઓની અહિંસા ચાર રીતે બેવડી છે એ આપણે જોયું. એ રીતે સાધુઓ સંસારીઓ કરતાં ૧૬ ગણું વધારે અહિંસાવૃત્તિ પાળી શકે છે એમ કહી શકાય.
સંસારીઓ અને તેમનાથી થતી શક્ય હિંસાને વિચાર કરતાં સંસારી કેટલી હિંસાથી પર રહેવાનું વ્રત લઈ શકે એ સમજી શકાય છે. હિંસાનાં ખાસ કારણે ન હોય તે નિર્દોષ જંગમ (સ્થળાંતર કરી શકે તેવા) જીના નિશ્ચયપૂર્વક ઘાતથી જ પરાડમુખ થવાની કબૂર લાત સંસારી આપી શકે. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સંસારી લે તે આ પ્રકારનું હોય.
પ્રથમ વ્રતધારી પિતાનાં વતથી પ્રતિજ્ઞા કરે છે કે
હું કઈ નિર્દોષ જંગમ પ્રાણીને ખાસ કારણ વિના હિંસાના નિશ્ચયપૂર્વક હણીશ નહિ.
સગુણની અપ્રદેયતા, સદ્ગુણ અને દુર્ગુણનું પરિવર્તન એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં કદાપિ શક્ય નથી. જ્ઞાન અને સદ્ગુણપ્રાપ્તિ એ જે તે મનુષ્યની વિકાસ–દશારૂપ છે. સગુણ કે ગુણ કોઈના આપ્યા અપાતા નથી.
બાર વ્રતનું સ્વરૂપ માગનુસારીના ૩૫ નિયમ માફક આંતરિક તેમજ બાહ્ય એમ બે પ્રકારનું છે. બાર વ્રતનું બાહ્ય તેમજ આંતર સ્વરૂપમાં પાલન કરવું તે સ૬ગુણની પ્રાપ્તિ નિમિત્તે અત્યંત ઉપયુકત છે.