________________
શ્રાવકની દયાનું સ્વરૂપ.
*
૧રપ
^^^^^^^^^^^^^^^^^^^^
^^^^
min
પણ પ્રકારનો નિશ્ચય ન હોય તો પણ હિંસા થઈ જાય છે. સંસારીઓને ખાનગી તેમજ બીજા અનેક કામ કરવાનાં હોય છે, જેમાં હિંસાને નિર્ણય કઈ રીતે વિદ્યમાન ન હોય તે પણ જંગમ જીવોની હિંસા અવશ્ય થાય છે. આવી રીતે ઘણાં કામે હિંસાજનક હોવા છતાં એ કામ બંધ કરવાનું સંસારીઓ માટે શક્ય નથી.
સિંહ, વાઘ વિગેરે હિંસક પ્રાણીઓ તથા ડાકુઓ વિગેરે પિતાના ઉપર હુમલો કરે તે વખતે હિંસાથી પર રહેવું–નિશ્ચય હોય છતાં પણ કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી–એ સંસારીને ઉદ્દેશીને ભાગ્યે જ શક્ય છે. નિર્દોષ પ્રાણીઓને અનુલક્ષીને સંસારીની અહિંસાવૃત્તિ સંભવિત છે. સાધુઓ હિંસક પ્રાણીઓ વિગેરેની હિંસાથી પણ પર રહે છે. આ રીતે વિચારતાં પણ સાધુઓનો દયાભાવ સંસારીઓ કરતાં દ્વિગુણ (બેવડે) છે.
નિર્દોષ પ્રાણીઓને પણ ઘાત કરવાના નિશ્ચયને પરિણામે, કેટલીક વાર મનુષ્ય નિર્દોષ પ્રાણીઓની હિંસા કરે છે. આવી હિંસા કેટલીક વાર કઈ ખાસ કારણુજન્ય હોય છે. કારણું ન હોય તોયે એવી હિંસા થાય છે. નિર્દોષ પ્રાણુઓને મારી નાખવામાં ખાસ કારણો હોય તે સંસારી હિંસાના નિશ્ચયથી પરાડેમુખ થઈ શકે નહિ. સાધુઓ ખાસ કારણે હોય છતાંયે નિર્દોષ જીવને ઘાત કરતા નથી. આ દ્રષ્ટિએ વિચારતાં સાધુઓની દયા સંસારીઓ કરતાં દ્વિગુણ છે.