________________
હિંસાના પ્રકારે.
૧૨૩
(૨) ઇન્દ્રિય-છેદન. (૩) ચામડાં, પીછાં વિગેરેને પોષાક નિમિત્ત ઉપગ. (૪) માંસભક્ષણ. (૫) યુદ્ધ. (૬) યજ્ઞાદિ નિમિત્તે પશુઓના બલિદાનથી થતી હિંસા. (૭) વૈર વાળવા માટે થતી હિંસા.
(૮) પજવણીની માન્યતાથી માખી, જીવજંતુઓ વિગેરેની હિંસા.
(૯) દેહાન્ત દંડ (ફસી વિગેરે). (૧૦) આત્મરક્ષણ નિમિત્ત થતી હિંસા.
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતધારી રાજા સ્વરક્ષણ નિમિત્તે યુદ્ધ કરી શકે એ જૈન સિદ્ધાન્ત છે. આ સંબંધી વિશેષ વિવેચનની જરૂર હોવાથી તેનું મેગ્ય નિરૂપણ હવે પછી આગળ કરવામાં આવ્યું છે.
જે મનુષ્ય શિકાર કરતે હોય તેનાં ચિત્તના ભાવનું પૃથક્કરણ કરીએ તે ત્રણ પ્રકારની મને દશા પ્રવર્તતી હેય એમ જણાય છે –(૧) નિર્દોષ પ્રાણુને થતાં દુઃખને અવિચાર (વિચારને અભાવ), (૨) પોતાના જ સુખના વિચારમાં મગ્નવૃત્તિ, (૩) શિકારને ભેગ બનતા પ્રાણીને થતાં દુઃખદર્દને માટે સંપૂર્ણ નિર્દયતા. આ પ્રમાણે અવિચારિતા,
સ્વાર્થવૃત્તિ અને નિર્ઘતા એમ ૩ પ્રકારની મનોદશાનું શિકારમાં પ્રાધાન્ય હોય છે.