________________
૧૨૨
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
\\//ww૫/૧૧-૧
૦
પંચેન્દ્રિય (પાંચ ઈન્દ્રિયવાળા) જીના ૯ અને ૧૦ જીવન–બળવાળા એમ બે પ્રકારો છે. કેટલાક અત્યંત સૂક્ષ્મ જીવો જેમનામાં ચિત્તબળ હોતું નથી તેઓ પ્રથમ પ્રકારના છે. નવ બળવાળા પ્રાણીઓમાં શ્રવણબળ હોય છે. જે પંચેન્દ્રિય પ્રાણીઓને ચિત્તબળ પણ હોય છે તેમને એકંદર ૧૦ જીવન–બળ હોય છે. દા. ત. મનુષ્ય, માછલાં, પશુ, પક્ષી.
ઉપરોક્ત જીવન-બળે ઉપરથી ઈન્દ્રિઓને વિકાસ કેમ થાય છે એ સમજી શકાય છે. જીવન–બળાને વિખુટાં પાડવાં કે છિન્નભિન્ન કરવાં એ હિંસા છે એની ઝાંખી પણ થઈ શકે છે. અસાવધતાથી આમ ઘણીયે વાર જીવન–બળે વિખુટાં પડે છે અને એ રીતે હિંસા થાય છે.
નરકમાં આવી હિંસા પ્રતિક્ષણે થયા કરે છે. ફેર એટલો જ કે જીવન–બળે વારંવાર પાછાં એકઠાં થઈ જાય છે. આ રીતે નરકના જીવને જીવન–બળ છૂટા પડવાનું દુઃખ નિરંતર થયા જ કરે છે.
પાંચમા ગુણસ્થાનવાળાથી તમામ પ્રકારની હિંસાને ત્યાગ ન થઈ શકે. આથી કઈ કઈ હિંસા તેને માટે સર્વથા ત્યાજ્ય છે એ જાણવું જરૂરી છે. હિંસા અનેક રીતે થાય છે. એના પ્રકાર વ્યાપક નિરીક્ષણથી જાણી શકાય. કેટલાક પ્રકારે આ રહ્યા.
(૧) શિકાર કર, માછલાં પકડવા, ગોળીબારથી હિંસા કરવી.