________________
૧૨૦
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ
ગર્વથી ઉદ્ધતાઈ પ્રાપ્ત થાય છે જેથી અન્ય પ્રાણીઓના હિત વિગેરેના સંબંધમાં ઉપેક્ષાભાવ જન્મે છે. આ પ્રકારને ઉપેક્ષાભાવ હિંસાનું કારણભૂત બને છે. કોઈ ઈન્દ્રિયસુખને આસ્વાદ ( વિષયદશા ) પણ હિંસાસ્પદ થાય છે. ઉગ્ર કષાયને લઈને વિવેકબુદ્ધિ લુપ્ત થઈ હોય કે તેને તિલાંજલિ અપાઈ હોય એ સ્થિતિમાં હિંસા થઈ જાય છે. નિદ્રામાં અસાવધાનતા પ્રાયઃ હેય જ અને એ રીતે નિદ્રામાં હિંસાના પ્રસંગે ઘણએ બને છે. અનિષ્ટ વાર્તાલાપને પરિણામે પણ કેટલીક વાર હિંસા થાય છે. વિષયવાસના કે ચિત્તની ઉશ્કેરણી એ અનિષ્ટ વાર્તાલાપનું પરિણામ છે. ચિત્તની ઉશ્કેરણી કે વિષયવાસનાને કારણે અનેક પ્રકારના કલહો જાગે છે, યુદ્ધો પણ થાય છે. આ રીતે અનિષ્ટ વાર્તાલાપથી કવચિત્ ઘોર હિંસા પણ પરિણમે છે.
જીવનના બળે છૂટાં પાડવાથી હિંસા થાય. આથી એ બળે કયા કયા છે એ બરાબર સમજવું જોઈએ. | સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, દર્શનેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયે ( ચામડી, જીભ, નાક, આંખ અને કાન ), શરીરબળ, વાણબળ, ચિત્તશક્તિ, શ્વાસે શ્વાસ શક્તિ અને આયુષ્ય એ ૧૦ પ્રકારના જીવનબળે છે. જુદા જુદા પ્રાણીઓનાં જીવનબળ જુદા જુદા હોય છે.
સ્પર્શેન્દ્રિયવાળા (એકેન્દ્રિય) પ્રાણીઓને સ્પર્શ શક્તિ