________________
પ્રથમ વ્રતના અતિચારે-ભંગના કારણો.
પ્રથમ વ્રતના ભંગનાં કારણે +
અહિંસાના પ્રથમ વ્રતને કેટલાંક કારણોને લઈને એ છે–વત્તે અંશે ભંગ થાય છે. વ્રતના ભંગ કરનાર કારણથી વ્રતના આંતર સ્વરૂપને અવરોધ થાય છે. બાહ્ય સ્વરૂપને અંતરાય આવતો નથી. વ્રતને ભંગ કરનાર કારણેને લઈને ચિત્ત-સંયમને અભાવ હોય છે. પ્રથમ વ્રતને ભંગ ઘણી રીતે થાય છે જેથી વ્રતને ભંગ થાય એવા કેટલાક દૃષ્ટાન્ત આ રહ્યા.
(૧) કોઈ મનુષ્ય કે પ્રાણનું ક્રોધવશાત્ કે બેદરકારીથી બંધન કરવું એ અહિંસા વ્રત–ભંગને એક પ્રકાર છે. જ્યારે કે મનુષ્ય કે પ્રાણનું બંધન અનિવાર્ય હોય ત્યારે આગ વિગેરે આકસ્મિક પ્રસંગમાં બંધન-મુકિતની સરળતા શક્ય હોય એ રીતે જ બંધન ઈષ્ટ છે. ખરી રીતે જોતાં બાર વ્રતધારી શ્રાવકે બંધનને એગ્ય પ્રાણીઓ ન પાળવાં એવું શાસ્ત્ર-વિધાન છે.
(૨) અનાવશ્યક પ્રહાર.
(૩) જરૂરી કારણ વિના કેઈ પ્રાણીના અંગ-ઉપાંગોનું છેદન. દા. ત. ઘોડાની પૂછડી ખાસ કારણ વિના કાપી નાખવી એ અહિંસા વ્રતનું એક ભંજક સ્વરૂપ છે.
() લેભવશાત કે કઈ બીજાં કારણથી (અનિવાર્ય જરૂર ન હોય તે પણ) કોઈ પ્રાણું કે મનુષ્ય ઉપર વધારે બજે લાદવા.
૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર, ૭–૨૦, યોગશાસ્ત્ર ૩–૯૦.