SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વ્રતના અતિચારે-ભંગના કારણો. પ્રથમ વ્રતના ભંગનાં કારણે + અહિંસાના પ્રથમ વ્રતને કેટલાંક કારણોને લઈને એ છે–વત્તે અંશે ભંગ થાય છે. વ્રતના ભંગ કરનાર કારણથી વ્રતના આંતર સ્વરૂપને અવરોધ થાય છે. બાહ્ય સ્વરૂપને અંતરાય આવતો નથી. વ્રતને ભંગ કરનાર કારણેને લઈને ચિત્ત-સંયમને અભાવ હોય છે. પ્રથમ વ્રતને ભંગ ઘણી રીતે થાય છે જેથી વ્રતને ભંગ થાય એવા કેટલાક દૃષ્ટાન્ત આ રહ્યા. (૧) કોઈ મનુષ્ય કે પ્રાણનું ક્રોધવશાત્ કે બેદરકારીથી બંધન કરવું એ અહિંસા વ્રત–ભંગને એક પ્રકાર છે. જ્યારે કે મનુષ્ય કે પ્રાણનું બંધન અનિવાર્ય હોય ત્યારે આગ વિગેરે આકસ્મિક પ્રસંગમાં બંધન-મુકિતની સરળતા શક્ય હોય એ રીતે જ બંધન ઈષ્ટ છે. ખરી રીતે જોતાં બાર વ્રતધારી શ્રાવકે બંધનને એગ્ય પ્રાણીઓ ન પાળવાં એવું શાસ્ત્ર-વિધાન છે. (૨) અનાવશ્યક પ્રહાર. (૩) જરૂરી કારણ વિના કેઈ પ્રાણીના અંગ-ઉપાંગોનું છેદન. દા. ત. ઘોડાની પૂછડી ખાસ કારણ વિના કાપી નાખવી એ અહિંસા વ્રતનું એક ભંજક સ્વરૂપ છે. () લેભવશાત કે કઈ બીજાં કારણથી (અનિવાર્ય જરૂર ન હોય તે પણ) કોઈ પ્રાણું કે મનુષ્ય ઉપર વધારે બજે લાદવા. ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર, ૭–૨૦, યોગશાસ્ત્ર ૩–૯૦.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy