________________
પ્રથમ વ્રતનું સ્વરૂપ.
૧૧૯
અનુક્રમે ગુણવ્રત અને શિક્ષાત્રત કહે છે. સાધુઓને પાળવાનાં કઠિન વ્રતની અપેક્ષાએ પહેલાં પાંચ વ્રતને અણુવ્રત કહેવામાં આવે છે. ગુણવ્રતથી પહેલાં પાંચ વ્રતને ટકો મળે છે. છેલ્લાં ૪ વ્રતો શીસ્ત અને સંયમ ઉત્પાદક છે. એ વ્રતનું પાલન સાધુજીવનની એક પ્રકારની તૈયારી રૂપ છે. બધાં વ્રતનું સ્વરૂપ જાણવા જેવું હોવાથી આ નીચે આપ્યું છે.
૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત.
હિંસા કે જીવને ઘાત કરવાથી દૂર રહેવાનું વ્રત તેને સ્થલ પ્રાણાતિપાતવિરમણ વ્રત કહે છે. હિંસાને શાબ્દિક દ્રષ્ટિએ અર્થ ન કરતાં કંઈક સ્થલ દ્રષ્ટિએ તેને અર્થ અત્રે સમજવાને છે.
આત્માને વિનાશ થતું નથી તેથી હિંસા શું છે? એ જાણવાની ઘણી જરૂર છે. કયા કયા પ્રકારની હિંસા ન જ કરવી એ જાણવું તે ખાસ જરૂરી છે.
હિંસા શું છે? સાવધાનતા રહિત કાર્યોથી જીવન-બળોને છૂટાં પાડવાં એનું નામ હિંસા. ગવ, નિદ્રા આદિને પરિણામે અસાવધાનતા આવે છે. એ સ્થિતિમાં જે કાર્યો થાય તે કાર્યોની અસાવધ કા તરીકે ગણના થાય છે. આવી રીતે અસાવધાન સ્થિતિમાં ઘણી વાર હિંસાના ભાવે પરિણમે છે અને કેઈ ને કઈ સ્વરૂપમાં હિંસા થાય છે.