________________
શ્રાવકનાં બાર વત.
૧૧૭
પૂજા આ પ્રમાણે આમેન્નતિના ઉચ્ચ આદર્શને સાધનભૂત છે.
આમ પ્રભુપૂજા રૂપ પ્રથમ આવશ્યકની પૂતિ થઈ. એ પછીનાં બીજાં આવશ્યકે આ રહ્યાં –
ગુરુપૂજા, શાસ્ત્રાભ્યાસ, આત્મસંયમ, તપ અને દાન.
મધ્યમ સ્વરૂપમાં–ચિત્તસંયમનું સેવન કરનારાઓએ ગુરુપૂજા અને શાસ્ત્રાભ્યાસ દરરેજ કરવાં જોઈએ. ચિત્ત–સંયમનું પાલન કેઈ ને કઈ સ્વરૂપમાં હમેશાં કરવું જોઈએ. કઈ ને કોઈ પ્રકારને બાહ્ય તેમજ આંતર તપ પણ કરવા જોઈએ.
ઉપવાસ, આયંબિલ આદિ બાહ્ય તપે છે. ધ્યાનનાં આસને એ પણ બાહ્ય તપ છે. ધ્યાન આંતર તપ છે.
દાન કરવું એ છઠું આવશ્યક નિત્યકર્મ છે. સંચમીઓએ દાન આપવું પણ તે સમભાવથી. પિતે દાન લેનારથી કઈ રીતે ચઢીયાત છે એ ભાવ દાન આપનારને ન હોય. દાન આપનારને એવા અશુભ ભાવ પરિણમે તે તેથી અહંભાવને ઉત્તેજન ને પોષણ મળે છે. અભિમાનથી જ્ઞાનનું આવરણ થાય છે.
શ્રાવકનાં બાર વ્રત. ચિત્ત-સંયમની સિદ્ધિમાં બાર વ્રતે ઘણું લાભદાયી છે. આથી. શ્રાવકે એ સર્વ વ્રતનું આચરણ કરે છે. સવ વ્રતે મનુષ્યની સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપાયરૂપ છે. હિંસકમાંથી અહિંસક દશા પ્રાપ્ત થાય છે.