________________
-
-
-
-
-
-
-
-
- - -
^^^^^^
^^^^^^
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ગ્ય રીતે સમજવામાં આવે તે મૂર્તિપૂજામાં આત્મોન્નતિનું પ્રધાન તત્વ રહેલું છે એ વાત સ્પષ્ટપણે સમજી શકાશે. મૂર્તિપૂજાનાં કઈ કઈ વાર અનિષ્ટ પરિણામ આવે છે, એથી મૂર્તિપૂજાનું મહત્વ જરાયે ઘટતું નથી. મૂર્તિ પૂજા આત્મોન્નતિને એક સુંદર માર્ગ છે.
જે મહાન પરમપુરુષ વિદ્યમાન ન હોય તેની પૂજા કરવી એ મહાપુરુષોની પૂજાને ત્રીજો પ્રકાર છે. આ પ્રકારમાં આપણે ભાવી મહાપુરુષની પૂર્વ સ્થિતિની પૂજા કરીએ છીએ. ભાવી મહાપુરુષની પૂર્વસ્થિતિની પૂજા કરતાં ખરી રીતે ભાવી મહાપુરુષનું જ પૂજન થાય છે. દા. ત. શ્રેણિક મહારાજા આગામી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થવાના છે, આથી મહારાજા શ્રેણિકની મૂર્તિ વિગેરેની પૂજા એ આગામી વીશીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ પ્રભુની જ સેવા (પૂજા) છે.
મહાપુરુષોની જ પૂજા કરવી એ મહાપુરુષના પૂજનને ચેથે પ્રકાર છે.
સમર્થ મહાપુરુષના પૂજનવિષયક ઉપર જે ચાર પ્રકારે આપવામાં આવ્યા છે તેને નામપૂજા, દ્રવ્યપૂજા, સ્થાપનાપૂજા અને ભાવપૂજા કહે છે. પૂજાના આ પ્રકારથી પૂજ્ય મહાપુરુષનું પૂજન થાય છે. તેમના વિશે કેટલુંક આવશ્યક જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. આદર્શ મહાપુરુષની પૂજા આમાંની કેઈ કે બધી રીતે કરતાં શ્રદ્ધા–બળ વધે છે. ધર્મ-મંતવ્ય નિઃસંદેહ બને છે. આદર્શ પરમપુરુષોની પૂજાથી એમની પૂજાને ભાવ વિકસે છે. પરમપુરુષની