________________
છ પ્રકારનાં નિત્યકર્મો.
તેજસ્વી હોય છે. તેમને કેવલજ્ઞાન પ્રાપ્તિ ન થઈ હોય તેયે ધર્મગુરૂ તરીકે તેઓ ખરા માર્ગદ્રષ્ટા છે.
(૪) ઉપાધ્યાય. ઉપાધ્યાયે આચાર્યથી ઉતરતા દરજજાના ધર્મગુરુઓ છે. તેઓ આત્માનું વસ્તુસ્વરૂપ જાણે છે. તેમના ૨૫ ગુણે હોય છે.
(પ) સાધુ. પંચમહાવ્રતનું પાલન કરનાર કઈ પણ સ્ત્રી કે પુરુષને સાધુ કે સાધ્વી કહે છે. મહાવ્રતનું પાલન યથાર્થ રીતે કરે તે જ ખરા સાધુ છે. સાધુઓના વિશિષ્ટ ગુણો ૨૭ છે.
છ પ્રકારનાં આવશ્યક કાર્યો , મધ્યમ પ્રમાણમાં ચિત્ત-સંયમનું સેવન કરનારાઓ નિત્ય છ પ્રકારનાં આવશ્યક કર્મો કરે છે એ આપણે ઉપર જોયું છે. છ આવશ્યમાં પ્રભુપૂજા એ પ્રથમ પ્રકાર છે. પ્રભુપૂજા એટલે અહંત પ્રભુ કે તેની મૂર્તિની પૂજા. નામસ્મરણ એ પ્રભુપૂજાની એક રીતિ છે, તેથી ચિત્તના ભાવ ઉન્નત બને છે. મનુષ્યની આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણું પ્રગતિ થાય છે.
પ્રભુની મૂતિ, ચિત્ર, પ્રતિકૃતિ આદિ દ્વારા પૂજા કરવી એ પ્રભુપૂજનને બીજો પ્રકાર છે. જે મહાન આત્માઓ આપણુ સમક્ષ જ વિદ્યમાન ન હોય તેની આ રીતે પૂજા થઈ શકે છે. વિવિધ પ્રકારનાં ચિહ્નો, આલેખને કે નમુનારૂપ આકારોથી પણ પ્રભુપૂજન થાય છે. મૂર્તિપૂજાનું મહત્ત્વ