________________
૧૨૪
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
શરીર–વિજ્ઞાનશાસ્ત્રનું કંઈ ને કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી શરીરનાં વિવિધ અંગો અને ઉપાંગોનું છેદન થાય છે. કેઈ પ્રાણીના જીવને ભેગે જ્ઞાન પ્રાપ્ત કરવાને મનુષ્યને હક્ક ન હોઈ શકે. આથી જ્ઞાન નિમિત્તે કઈ પ્રાણીનાં શરીર–છેદનનું કાર્ય ઘણું જ અઘટિત છે. - શરીર-વિજ્ઞાનશાસ્ત્રનું જ્ઞાન તે ખરૂં જ્ઞાન થાય એટલે એની મેળે આવે છે. આથી શરીર-શાસ્ત્રનાં જ્ઞાનનું આવરણ થાય એવાં કર્મનું જ નિવારણ કરવું ઘટે છે. અન્ય પ્રાણીઓનાં શરીરનું છેદન કરવું એ કર્મનિવારણને માર્ગ નથી. જૈનેના નીતિ-સિદ્ધાન્તની દ્રષ્ટિએ પણ આવી રીતનું શરીર–છેદન સર્વથા અનિચ્છનીય છે.
જીવરક્ષણની દ્રષ્ટિએ વિચારતાં, સ્થલાન્તર જેમનાથી શકય હોય એ જ જીવનું રક્ષણ પાંચમા ગુણસ્થાનવાળાથી થઈ શકે. વનસ્પતિ, વૃક્ષો આદિ સ્થાવર જીની રક્ષા તેનાથી શક્ય નથી. આથી સ્થલાન્તર ન કરી શકે એવા જીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા પાંચમા ગુણસ્થાનવાળાથી લઈ શકાય નહિ. સાધુઓને સ્થાવર જીની પણ જે રક્ષા કરવાની છે એ દ્રષ્ટિએ વિચારતાં સ્થાવર અને જંગમ જીવોના સંબંધમાં સાધુઓની જીવદયા સંસારી કરતાં બમણું છે એમ કહી શકાય.
સ્થલાન્તર કરી શકે એવા જીની રક્ષાની દ્રષ્ટિએ પણ સાધુઓની અહિંસાવૃત્તિ સંસારીઓ કરતાં બમણું છે. મકાનનું બાંધકામ, રસેઈ આદિ કાર્યોમાં હિંસા કરવાને કઈ