________________
પાંચમું ગુણસ્થાન.
૧૧૩ એવાં કર્મ બંધાય છે. પુરૂષ જાતિને અનુરૂપ વિષયવાસના, ભય, ઉપહાસ, ગ્યાયેગ્ય ઉપેક્ષા–ભાવ, અનુગ્ર કષાયો આદિ જનક કર્મોની પરિણતિ થાય છે. દેવત્વ પ્રાપ્ત થાય એવું કર્મ પણ ઉત્પન્ન થવા સંભવ છે. મનુષ્ય, તિર્યંચ કે રાક્ષસને અવતાર મળે એવાં કર્મોની પરિણતિ આ ગુણસ્થાનમાં શક્ય નથી.
પાંચમા ગુણસ્થાનવાળાને જે ચિત્ત-સંયમ કેટલેક અંશે પાળવાને છે તેના નિકૃષ્ટ, મધ્યમ અને ઉચ્ચ એમ ત્રણ પ્રકારે છે.
મધ-માંસને પારત્યાગ નિકૃષ્ટ સંયમમાં આવી જાય છે. એ ઉપરાંત અહિંસા અને ધર્મધ્યાનની દ્રષ્ટિએ કેટલીક બાબતેનું પાલન કરવું ઘટે છે. અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠીનું પાંચમા ગુણસ્થાનવાળાએ સદૈવ ધ્યાન કરવું જોઈએ. કોઈ ખાસ કારણ વિના કોઈ નિર્દોષ પ્રાણુ કે જંગમ જીવને ઈચ્છાપૂર્વક વિઘાત ન કરવાનો નિશ્ચય કરી તદનુસાર વર્તન કરવું જોઈએ.
મધ્યમ રીતે ચિત્ત-સંયમનું સેવન કરનારે માર્ગોનુસારીના નિયમો પાળવા ચૂકવું નહી. નીતિ અને સદાચારના જ માર્ગને તેણે આશ્રય લેવો જોઈએ. બાર વતે (ખાસ નિયમ) નું પાલન પણ અનિવાર્ય છે. છ આવશ્યક નિત્યકર્મો પણ કરવાં જોઈએ.
ઉચ્ચ પ્રકારના સંયમસેવીઓનો સંયમ ઘણી રીતે
૮