________________
૧૧૨
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
જ્ઞાનનું આવરણ, સુખ-દુઃખ, સંશય, ભય, અનુગ્ર કષાયે, મનુષ્યત્વ, દેવત્વ, શરીર સૈષ્ણવ, સુકીર્તિ આદિ જનક કર્મોની પરિણતિ આ ગુણસ્થાનમાં થાય છે. નૈતિક દૌર્બલ્ય, અનૈદાર્ય અને લાભાંતરાયનાં કારણભૂત કર્મો પણ નિષ્પન્ન થાય છે. ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે. ઈચ્છાવશાત્ કેટલાંક સારાં કાર્યો થઈ શકે એવા કર્મો પણ ઉત્પન્ન થાય છે.
પાંચમું ગુણસ્થાન. કર્મનાં સાધન-કારણનું ક્રમશઃ નિવારણ કરવું એ આપણી શકય ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપાય છે. સાધન-કારણનાં નિવારણથી આત્માની પ્રગતિ સુલભ થઈ પડે છે.
ચોથાં ગુણસ્થાનમાં ચિત્ત-સંયમની ખામી હોય છે. પાંચમા ગુણસ્થાનમાં આ ખામીનું કેટલેક અંશે નિવારણ થાય છે. સમ્યકત્વભાવ યથાર્થ સ્વરૂપમાં હોય છે. ચિત્તસંયમની પ્રાપ્તિ અર્થે ઓછાવત્તા પ્રયત્ન થયા કરે છે.
કંઈક તીવ્ર હોય એવા કષાયેનું આ ગુણસ્થાનમાં નિરસન થઈ શકે છે. આથી અમુક અહિતકારી કાર્યોથી પર રહેવાનાં વ્રત લઈ શકાય છે. સ્થળાંતર કરી શકે એવાં પ્રાણુઓને અનુલક્ષીને આ ગુણસ્થાનમાં કંઈક અંશે સંયમભાવ હોય છે. સ્થલાંતર ન થઈ શકે એવા જી (વનસ્પતિ આદિ) પ્રત્યે જોઈએ તેટલે સંયમભાવ વર્તતો નથી.
આ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદ્ભવ થાય છે. સત્કાર્ય કરવાની ઈચ્છા થાય તો પણ તે ન કરી શકાય