________________
ચતુર્થ ગુણસ્થાન.
સ્થાનવાળાને ઉગ્ર ક્રોધ થતો નથી. ઉગ્ર ક્રોધના આવિર્ભાવને અભાવે તે ક્ષમાશીલ હોય છે. ચિત્ત સમ્યકત્વભાવી બને છે.
આ ગુણસ્થાનમાં ચિત્ત-સંયમનું મહત્વ યથાર્થ રીતે સમજી શકાય છે. આથી કેટલાએક સંયમની પ્રાપ્તિ અર્થે વિવિધ પ્રયત્ન કરે છે. મહત્ત્વ સમજ્યા છતાં દુર્બળતાને કારણે કેટલાક મનુષ્યથી સંયમની પ્રાપ્તિ થઈ શકતી નથી, સંયમની પ્રાપ્તિ માટે બીલકુલ પ્રયત્ન ન કરનારા પણ કેટલાક હેય છે. આમ છતાં આ ગુણસ્થાનની ખૂબી એ છે કે દરેક ચિત્ત-સંયમનું મહત્વ તે બરાબર સમજે છે.
ઈન્દ્રિય સુખની ઉપભોગવૃત્તિ અને અનુગ્ર કષાયે ઉપર આ ગુણસ્થાનમાં યથાયોગ્ય સંયમભાવ હેત નથી.
મિથ્યાત્વરૂપ પ્રવર્તક કારણનાં અનસ્તિત્વને કારણે, આ ગુણસ્થાનમાં અનિષ્ટ ઘોર કર્મોની પરિણતિ થતી નથી. નિદ્રાનિદ્રાની દશા પ્રાપ્ત થતી નથી. નિદ્રામાં જાગૃતભાવ આવતું નથી. નિદ્રામાં જ હલન-ચલન આદિ ક્રિયાઓ કરવાની ઘેર દશાની નિષ્પત્તિ થતી નથી. આવી ઘેર દશામાં ઈન્ટિઓનું કાર્ય અટકી પડે છે. મતિજ્ઞાનનું આવરણ થાય છે.
આ ગુણસ્થાનમાં સત્ય પ્રત્યે અભાવ સંભવી શકો નથી. સ્ત્રી કે નપુંસકની વિષય-વાસનાને અનુરૂપ કર્મો બંધાતા નથી. તિર્યંચ કે નર્કગતિ પ્રાપ્ત થાય એવાં કર્મોની પણ નિષ્પત્તિ થતી નથી. શરીર સૌષ્ઠવ, સુકીત્તિ આદિને વિઘાતક કર્મો પરિણમતાં નથી.